હિંદુ ધર્મને સાદું રૂપ આપવાની ચર્ચા ૧૩ રાજાજી: એમ નહીં. હું એમ કહેવા માગુ છું કે ધર્મને નામે ચાલી રહ્યું છે તેમાંનું ધણું ફેકી દેવા જેવું નથી ? બાપુ : જરૂર છે. અને એ જ આપણે કરી રહ્યા છીએ. રાજાજી: ના. એ કાંઈ પતિસર અને સારી રીતે થાય છે? બાપુજીઃ અસ્પૃશ્યતાને ફગાવી દેવાની સાથે હિંદુધર્માંમાં નવ- જીવનનેા સંચાર થશે. પછી આપણે બીજી આળપપાળેા ફેંકી દેવાનું કામ શરૂ કરીશું. રાજાજીઃ એક સારા હિંદુનું જીવન લે. દાખલા તરીકે તમારું જીવન. તમે ઘણી વસ્તુઓ કાઢી નાખી છે. આપણે હિંદુ ધર્મને એ કક્ષા ઉપર શા માટે ન લાવી મૂકીએ? બાપુજી : આ કક્ષા એવી નથી જેના ઉપર દરેક જણે આવવું જ જોઈ એ. રાજાજી : શા માટે નહીં? આજે તમે મૂર્તિ પૂજાનું સમર્થન કરે છે, એમ કહીને કે અમુક પ્રકારની મુદ્ધિને માટે એ સારી વસ્તુ છે. હવે ઇસ્લામમાં મૂર્તિ પૂજા હશે તાપણ એ એવી ખરાબ નથી જેવી હિંદુ ધમમાં આજે પ્રચલિત છે. આપુઃ તમારી ભૂલ થાય છે. ઇસ્લામની મૂર્તિ પૂજા તે બહુ સ્થૂળ ગણાય. એમાં તે એક પુસ્તકની અને એક માણસની મૂર્તિ પૂજા છે. એટલે સુધી કે ઈશ્વર ભુલાઈ ગયા છે, પણ મહમદ ભૂલી ન શકાય. રાજાજી: તમે કહેા છે એ કબુલ કરીએ તાપણ આપણામાંના કેટલાકમાં તે એવું છે અને એથી વધારે પણ છે. સ્પર્શાસ્પ અને એના જેવી બીજી વસ્તુઓને લગતા વહેમે જુએ. એ તેા કનિષ્ટ પ્રકારની મૂર્તિ પૂજા થઈ. મૂર્તિને ધરાવવામાં આવેલું નૈવેદ્ય, મૂર્તિની ગાદી અને મૂર્તિની પથારી એવી બધી વસ્તુએમાં આપણે પવિત્રતાનું આરેાપણુ કરીએ છીએ. બાપુ : એમાં કંઈક કાવ્ય રહેલુ છે. રાજાજી: એવું તેા લગભગ દરેક ખરાબ રિવાજ વિષે કહી શકાય. ઞાપુ: ના, બધા વિષે એવું ન કહેવાય. દાખલા તરીકે દેવદાસીની પ્રથા વિષે હું એમ ન કહું. રાજાજી: તમે સંગીત કબૂલ રાખેા છે, નૃત્ય પણ કબૂલ રાખેા છે. દેવદાસીની પ્રથા દેવાની આગળ સંગીત અને નૃત્ય કરવાની જુની પ્રણાલિકાતા વસ્તુત: એક અવશેષ જ છે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૧૩
Appearance