રર૪ બાપુને માતૃપ્રેમ નીક્ષાનાગિની ઉપર આજે બહુ અસરકારક કાગળ લખ્યા : તારા નિશ્ચયમાંથી ચલિત “ માને દીકરી માટે જેવી ચિંતા થયાં કરે એવી ચિંતા તારે માટે મને થવા માંડી છે. તું માંદી પડી હઈશ ? થઈ હઈશ ? એવા એવા વિચાર આવે છે.' આ માતૃપ્રેમને જે લાયક થાય તે ધન્ય છે. લલ્લુભાઈ આવી ગયા. જાપાન જવાના હતા. કહ્યું કે ૧૨૦૦ રૂપિયા ભાડાનેા અગલા જુહુ ઉપર લેવાને બદલે ૫૦ પાઉન્ડનું ખર્ચ કરીને જાપાનની મુસાફરી કરી આવવાને વિચાર કર્યાં. હાનિ મૅને બાપુનેા કહેવાતા ખાટા કાગળ છાપ્યા, એટલું જ નહીં ૬૨-૪-'ર્ર્ પણ એ કાગળ બનાવટી છે એમ કહેવામાં આવ્યું ત્યારે કહે, હેામ મેમ્બર ઇન્કાર કરે તેાપણુ અમે કહીએ કે એ કાગળ બહાર પડચો જ છે. બાપુને આથી એટલી બધી ચીડ ચડી કે એમણે ગેાપાલનને કચ્: આવા કાગળા છાપતાં અટકાવવાને કાઈ ઑર્ડિનન્સ નથી? આજે સવારે મેજરને કહે: આવી તરકટી વસ્તુ છાપવી એને ગુને ગણવા જોઇ એ. આ ખોટા દસ્તાવેજ બનાવવા (ફૉજી) એમ નહીં તા બીજું શું છે? આ કાંઈ ફળદ્રુપ ભેજું ન કહેવાય. આ તે બહુ ભૂંડી વસ્તુ છે. મેજર આજે વાત કરતાં દાણાના ભાવ ગણાવતા હતા અને કહેતા હતા કે એક કેદીનેા ખારાક આજે માસિક રૂપિયા એથી એછા આવે છે. નીલાનાગિનીની બાપુની ચિંતા એ ભરેાબર સમજી શકયા અને કહેવા લાગ્યા એ ભાઈ ભારે તપશ્ચર્યા કરી રહી છે પણ એને તમે એટલી અધી શા સારુ તાવા છે? આશ્રમમાં રાખે। ને? બાપુ કહે: આ તાવણીમાંથી નીકળે એટલે આશ્રમમાં. એને સીધી આશ્રમમાં મેાકલું તે જિંદગીમાં કરેલું પરિવર્તન એને ખબર જ ન પડે. અને આજે ચિંતા રાખું છું એનું કારણ એ છે કે એને આજની સ્થિતિમાં મૂકવાને માટે હું જવાબદાર છું. મૅક્એ આજે, અહી' કાલે આવી ગયા એને રિપેાટ ટાઈમ્સ'માં આપ્યા છે તે એને શેાભાવે છે. એમાં એણે અનાયાસે બાપુની જે સ્તુતિ કરી છે તે ‘ટાઈમ્સ'વાળાને ઇચ્છા અનિચ્છાએ પણ લેવી પડી છે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૨૪
Appearance