૨૪ આમાં કાઈ એફ જ વસ્તુ નિમિત્ત નથી આપુ : તે। પછી અહી નેાટિસની વાત અસ્થાને નથી? તમે તા ભીંત જ ભૂલ્યા છે એમ હું ગણિતના દાખલા જેવું સ્પષ્ટ તમારી પાસે તેા કરી દઈશ. બીજાને સમજાવતાં ભલે વાર લાગે. કાકા: અમે તમારાં કાર્યોને ટીકાકારની દૃષ્ટિએ જોવાની ટેવ જ નથી પાડી. અમે તે કશુંક થાય તા એને સમજવાને પ્રયત્ન કરીએ. સમજ- વાનો પ્રયત્ન છતાં ઉતાવળ થાય છે એમ લાગે છે. આપુ: અરે, ત્યાં જ ભીત ભૂલેા છે. આ બધું મેાડું શરૂ થયું એમ તમારે તેા કહેવું જોઈ એ, અને તમારી પાસે કહેવડાવીશ. તમારે તેા હથી નાચવાને આ સમય છે એમ હું નિશ્ચયપૂર્વક માનું છું. હવે તમારે મહાદેવની સાથે બેસીને ચર્ચા કરવી હાય તેા કરેા. એને અથ એ નથી મારી સાથે ન કરવી. મારી ધીરજ ખૂટનાર નથી. આ હું : માત્ર ઉપવાસને માટે ધીરજ ખૂટી ગઈ છે. બાપુ : એ પણ અજ્ઞાનનું વચન છે. દેવદાસે મને જાગ્રત કર્યા પછી ઉપવાસનું રહસ્ય હું એટલું બધું વધારે સમજ્યા છું કે હિંદુસ્તાનમાં તા ભાગ્યે જ કાઈ નીકળશે કે જેને હું નહીં સમજાવી શકું. દેવદાસ : મને તે। કાલની જેમ જ ખેાલવા દેશેા ના જરા વધારે વિચારીને ભાષા વાપરીશ. તમે કાકા જેવા માણસને કહા કે તમે કાગળ વાંચી ગયા પણ વિચાર્યો નથી. તમે તમારા નિવેદનને ગીતાની સાથે સરખાવા, અને પછી અમને કહેા કે હજાર વાર વાંચનાર પણ એ ન સમજે એ જાણેા છે ના? આ ડરામણી છે. એવી ડરામણીથી અમને લાભ ન થાય. કાકા: આ ઉપવાસ કાની સામે? ટીકા કરનારાઓને શી પડી છે? મને લાગે છે કે આંબેડકરને આમાં કાંઈક હિસ્સા હરશે. દેવદાસને પૂછ્યુ એણે હા કહી. પણ જે માસા તમને જવાબ આપી શકે, જેની મારફતે કામ લઈ શકાય એ બધા તે જેલમાં ખેડા છૅ. બાપુઃ મેં તેા એટલુ જ કબૂલ કર્યું કે આંબેડકર પણ આમાં નિમિત્ત હશે. આમાં કાઈ એક જ વસ્તુ નિમિત્ત નથી. કાણુ છે તે હું જાણતા નથી. હું તે એટલું જાણું છું કે આ ઉપવાસની આવશ્યકતા માને છે, જો આ સમયની બહાર હોય તે। અનીતિ છે. અધીરાઈ ને હું અનીતિ માનું છું. કાકા: તમે પૂછ્યુ એટલે દલીલ કરીએ બાકી આમાં કાંઈ સાર નથી. આપુ: મેં તે તમને પૂછ્યુ નથી. મે' તે વલ્લભભાઈ જેવાનું મેટ્ બંધ કર્યું" ને કહ્યું કે દલીલ ન કરે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૬૬
Appearance