પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
મારા ઉતારાનું તે શું પૂછવું ?


એક જણે લખેલું કે જેને ત્યાં તમારા મુકામ રહેતા હોય તેને તમારે દુષ્કૃત્યમાંથી રાકવો જોઈએ, વગેરે. એને લખેલા જવાબમાંથી : “ એના દુકૃત્યનો કાંઈ પણ પુરાવા આપો તે તેને લખવા હું તૈયાર છું. બાકી મારા ઉતારાનું તે શું પૂછવું ? હુ" મને એવા ભારે સજજન માનતા નથી કે જેથી લોકો જેને દુજન ગણતા હોય તેને ત્યાં હું ઊતરું જ નહીં. પહેલા દુર્જન તો હું જ છું કે એને ત્યાં ઉતારો કરીને રહ્યો છું. પછી બીજાના કાજી થવા જાઉં એ મને કેમ શોભે ? વળી જેને રાજ રખડવું અને રાજ પારકે ઘેર ખાવું, સૂવું એને ઘરઘરની પરીક્ષા કરવી એ બને પણ કેમ ? તેથી એક જ હરાવ રાખ્યા છે. પારકા બધા પિતાના કરીને બેસી જવું અને પોતાના તે પોતાના છે જ. બાકી જો તમે એ સિદ્ધાંત કાઢયો હોય જે સમાં કહેવાય તે ગમે તેવું કામ કરે પણ એની ઉપર ફોજદારી ન થાય અને પારકાં ગણાય એની ઉપર ફોજદારી થઈ શકે તો એ સિદ્ધાંત મને માન્ય નથી.” પરદેશી ટપાલમાં એક યહૂદીનો કાગળ છે. જે કહે છે કે તમારાં પુસ્તકો વાંચ્યાં. મેંઝીઝના કાયદાની વિલતા સમજાય છે, પણ અહિંસા અને સત્યને પંથે પડવાની શક્તિ નથી. તાન છતાં શમ દમ વાપરવાની તાકાત નથી. એનું શું કારણ હશે ? અનેક દીકરીએ તે થતી જ જાય છે એ દીકરીઓનાં મન કેટલાં હરી લીધાં છે એના દાખલાઓ ગમે તેટલા આપી શકાય. એક બહેન પોતાના પતિના વ્યભિચાર અને દારૂ છોડાવવામાં બાપુ પાસે મદદ માગે છે. બીજી કહે છે એ સિનેમામાં બહુ જાય છે, આ ફરિયાદરૂપે નથી પણ તમે કાંઈ સૂચના કરી શકે તો કરે એ માટે છે. | આખા રંગૂનના પ્રકરણમાં બાપુએ જે સમય આપ્યા છે, જે વિચક્ષણતા અને ધીરજથી કામ લીધું છે અને જે અનાસક્તિ-તરથતાનું દટ્ટાંત આપ્યું છે તે જનક રાજાને યાદ કરાવે છે. આજે બાર વાગ્યે મૌન છૂટે તે પહેલાં ધણા કાગળો બાપુએ લખી નાખ્યા. સનાતનીઓને ઘણા કાગળો લખ્યા, તેમાંના ૬--'રૂ ૩ ત્રણ આ રહ્યા : ૬૬ સત્ય, અહિંસા પર અનન્ય શ્રદ્ધા ઔર ગોસેવા હિંદુ ધર્મ કે મુખ્ય અંગ હૈ. જે ઉન્ડે" છોડના હૈ વહ હિંદૂ નહીં રહતા. યજ્ઞોપવીતકી આવશ્યકતા મુઝે પ્રતીત નહીં હુઈ હૈ. ન પહનકા