૩૩૨ એ તા જીવે ત્યાં સુધી સીવે એવા છે કળ્યા. યુ. પી.નું તે ભલું પૂછવું. મુંબઈમાંથી તેા ઠીક ઠીક સંખ્યા નીકળશે જ એવી પણ આશા રાખી, અને બંગાળમાંથી અને સિંધમાંથી પણ. બાકી પંજાબનું મીંડું, જોકે . . . કેમ બહાર રહી શકે એની ખબર નથી પડતી ! રાત્રે સરકારના જવાબને જવાબ લખાવવા માંડયો. લાંખે! જવાબ લખાવવા ગયા પણ તુરત કહ્યું : આટલા લાંખેા જવાબ હેાય નહી. એમ કહીને પાછલા ભાગ કાઢી નાખી, જવાબ ટૂંકા કરી નાખ્યા. સાંજે મેં કહ્યું : રાજ રાજ કાગળ લખેા છે. બાપુ કહે : એને ભલેને થતું કે વલ્લભભાઈ ગયા એટલે આણે તા રાજ કાગા લખવાનેા રસ્તા કાઢયો છે. મને લાગે છે કે હિરજન- કામ આચ્ચે જ છૂટકા છે, કાંઈક કલમ શેાધી કાઢશે, કાંઈક રસ્તા કરશે, સિવાય કે એમણે વિચાર કરી લીધે। હોય કે આ તા જીવે ત્યાં સુધી સીવે એવે છે, આપણે કયાં સુધી એનાં સીવેલાં કપડાં પહેર્યાં કરવાં? આ વખતે તે એને મરવા જ દો, એને બળાત્કારે ખવડાવશું વગેરે, તેા કાણુ જાણે? હરિજનને માટે મારે મરવાનું હાય અને તેય જેલમાં, એના કરતાં વધારે રૂડું શું? મારી જિંદગીનું બધું કરવાપણું એમાં આવી ગયું. પછી કહે ઃ મારી આશા તેા છે કે હેાર આ વેળા પણ કહેશે કે જે ભાઈ, આપણે એને રજા આપી ચૂકયા છીએ એમાંથી નીકળાય એમ નથી. એ પૂરેપૂરા બેઆબરૂ થઈ ગયેલા છે. તમે એને ઉપવાસ કરાવીને પણ મહત્ત્વ આપશેા. એના કરતાં તે એને જેમ કરવું હોય તેમ કરવા દે. એનુ હવે કાઈ સાંભળે એમ નથી. વલ્લભભાઈ તે નાશિક ઉપાડી ગયા એ બદલ દુ:ખ લાગ્યું. આપણે મેાજ કરતા હતા તે પણ એ લેાકાથી સહન ન થયું. જરા ઠરીઠામ થયા પછી હું એ લેાકેાને લખવાનેા છું કે વલ્લભભાઈ એ શી ગુનેગારી કરી હતી કે ખસેડવા? અમે તમને કાઈ રીતે ઉપદ્રવ કર્યો નથી. પ્રાર્થના પછી પેલેા કાગળ ફરી સુધાર્યો અને સવારે આપવાને માટે તૈયાર કર્યાં. ૮-૮-૨૨ સવારે માર્ટિન સાહેબ પાસેથી ખબર મળી કે વલ્લભભાઈ તે આપરેશન થયું જ નથી પણ અહીંથી સીધા નાશિક લઈ ગયા છે. પછી તે એમને કપડાં મોંગાવવાનેા કાગળ કટેલી સાહેબ ઉપર આવ્યેા છે એ પણ ખબર પડી ! બાપુ કહેઃ એટલે
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૩૪
દેખાવ