ઉપવાસની સાંકળ મનમાં વસી રહી છે ૩૩૧ પૂરતી, અને જવાબ લખે તે ‘અ' વર્ગના કેદી તરીકે પખવાડિક કાગળ લેખે લખાય એમ કહીને અધૂરી રવીકારી, ત્રીજી માગણી એક જ જને બધા વિષે લખેા અને પખવાડિયાનેા કાગળ વાપરા એમ કહીને સ્વીકારી ! ૭-૮-૨૨ બીજે દિવસે બાપુએ ‘હિરજન’ માટે લેખ લખ્યા. એક કાઈ આર્ય - સમા”એ કાગળ લખેલેા તેની ઉપર ટીકારૂપે લેખ ઢરડી કાઢો. મેં સતીશબાઃનાં હરિજન ચિત્રોમાંથી કાંઈક બનાવ્યું. કાકા સાહેબને મળવા એલાવ્યા, રવિબાપુને પહેાંચ માકલી અને વિનેબાતે કાગળ લખ્યા. વિનેાખાના કાગળમાં ઉપવાસની સાંકળ વિષે લખ્યું. એના સાર સાંકળ મારા મનમાં રમી રહી છે. એ વિના હરિજન સવાલના નિવેડા આવવેા અશકય છે એમ લાગે છે, જોકે એથી જ પતશે એમ કહેવાતા આશય નથી. એથી વધારેની પણ જરૂર પડે. પણ એટલા વિના ન જ ચાલે એમ તા ભાસ્યાં જ કરે છે. રાતે આવેલા કાગળનેા જવાબ લખાવતા હતા ત્યાં લાસ ખેલાવવા આવ્યા. કાકાને મળ્યા. એમને તેા ઘણી વાતેા કરવી હતી પણ બાપુએ મર્યાદા બતાવી. મર્યાદા બતાવ્યા પહેલાં કાકા કહી ચૂકયા હતા કે વલ્લભ- ભાઈ નાશિક ગયા છે એવા ખબર છાપાંમાં છે, રાજાજી પકડાશે, વગેરે. ‘ટાઈમ્સ’માં આજે સનું આખું વર્ણન અને પૂરું નિવેદન હતું. પણ અતિશય ઝેરી રીતે બધું આપેલું હતું. કૈસ દરમ્યાન ગાંધી શ્રમિત થઈ જતા હતા એ ગપાષ્ટક જ; સ સાંભળવા કાઈ જ ન મળે! આમાં નીચતાની અવધિ હતી. સરકારે એને જ ખબર આપેલી અને અર્ધો કલાકમાં બહાર કાઢીને પાછા જેલમાં પૂર્યાં એ વાત જ એ ગળી ગયેા હતા. હરિજન વિષેના બાપુના ઉદ્ગારે। અક્ષરશઃ આવ્યા હતા. આજે અમદાવાદમાં બીજા ૨૬ રાસ જવાની નેટિસ આપીને પકડાયા એવા પણ ખબર હતા. બાપુ કહે: એ તેા ચાલવાનું. આ ૨૬ ને કાણુ કહેવા ગયું હતું કે તમે આશ્રમમાં જઈને ઊભા રહેજો ? મેં કહ્યું : મે' અણેને કહેલું કે અમદાવાદ સે। માણસા આપશે. બાવન માણસે તેા થયા. અને મને પાંચ હજારની આશા છે. આપુ તા. વધારેમાં વધારે એ હજાર. મને તે પાંચસે અથવા બસે- ત્રણસેા સાચા મરણિયાથી પણ સ ંતોષ થાય. જવાહર નીકળશે પછી એ કાંઈ બધ કરવાની તેા વાત જ ન કરે. પછી બધા પ્રાન્તમાંથી કેટલા નીકળશે એની ગણતરી કરી. બિહારમાંથી પાંચસા ગણ્યા. મેં એક હજાર
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૩૩
Appearance