૩૪૦ વાંચેલાં પુસ્તકા વિષે વાતા એ માણસની હકીકત ભેળી કરવાની શક્તિ સરસ છે પણ અનુમાને ઉતાવળાં બાંધેલાં છે. કોમ્યુનિઝમને માટે ઊજળું ભાવિ જુએ છે, પણ એની ખામીએ જોઈ જ નથી. જવાહરને ગમ્યું એનું કારણ એ કે લેખકે કેાઈ માણસને છેડવા નથી. મૅકડાનણ્ડની ધૂળ કાઢી છે અને વેલ્સ જેવા લેખકને પણ સાવ ઉતારી પાડયો છે. આ બધું જવાહરને પસદ પડે એવું છે. બીજે દિવસે તિલેાત્તમા' નાટક વાંચ્યું, પછી આરેાગ્ય વિષે સામાન્ય જ્ઞાન' વાંચી ગયા, અને કહ્યું : આમાં તેા કેટલાંક પ્રકરણે। હવે તદ્દન નવાં લખી નાખવાં પડશે. સુધારેલે જ ન ચાલે. લખાયાને પચીસ વર્ષ થયાં. ઇન્ડિયન એપીનિયન'ના વાચકા માટે એ લખાયેલું. આજે સવારે ૫ જામના એક ગામમાં જોયેલું અને સાંભળેલું ’ (સીન ઍન્ડ હર્ડ ઈન એ પંજાબ વિલેજ) વાંચ્યું. મને પૂછ્યુ : તમને આ પુસ્તક બહુ સારું ખાસ શા કારણે લાગ્યું ? મેં કહ્યું : એની શૈલી મેાહક છે. પરદેશીએ આપણાં ગામડાંના લેાકાનું અને તેમના જીવનની નાની નાની વિગતેનું આટલું સાચુ' ચિત્ર ભાગ્યે જ આપ્યું હશે. વળી એ લખનારી આપણા લેાકેાના નીચામાં નીચા વર્ગના ગણાતા લેાકેામાં એતપ્રેાત થઈ તે રહી એ પણ બહુ જોવા જેવું છે અને છેવટે એણે પેાતાના અનુભવ સત્યભરી રીતે આપવાને પ્રયત્ન કર્યાં છે. બાપુ : એ બધી વાત સાચી, પણુ મને એમાં કઈ નવું ન મળ્યું. મેં કહ્યું ઃ શૈલી એ નવીન વસ્તુ છે. આપણા લેાકા એટલા એત- પ્રેાત થઈ તે આવી શૈલીએ લખે તે એ પુસ્તકાની બહુ કિંમત થાય. એ એતપ્રાત થઈ ને રહી છે એવી રીતે આપણા કામ કરનારાઓએ રહેતાં શીખવું જોઈ એ. બાપુ: પણ એ તે પેાતાના ધ ફેલાવવાને સારુ એતપ્રેાત થઈ તે રહી હતી. એમાં સારામાં સારું ચિત્ર પેલી ભંગી બાઈ તે ત્યાં જાય છે, ચા પીએ છે એનું છે, અને છતાં એ અમુક દરો જ સારું છે. બાકી પેાતાનાં મંથને અમુક અંશે સત્યતાથી વર્ણવવાનેા પ્રયત્ન કર્યો છે એ વાત સાચી. પણ તે પણ અમુક અંશે. એમાં લખ્યું છે તેના કરતાં ઘણું લખવાનું બાકી રાખેલું છે. જે કાગળા છાપ્યા છે તેમાંથી ઘણા ભાગ છેાડી દીધા છે. અને લેાકેાની ટીકા તેા વહેારી જ છે ના, કે અમે ખ્રિસ્તી ન થયા એટલે તમે અમેતે છેાડી ગયા ને? બાકી તાદશ ચિત્રા સારાં છે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૪૨
Appearance