લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૯
 
૩૯૯
 

૨૭ પૂજાર્થીના હક પુરીના જગદ્ગુરુ શંકરાચાર્યે શ્રી રંગા આયરને લખેલા કાગળ ઉપર અને શ્રી ર્ગા આયરે આપેલા તેના જવાબ ઉપર ટીકા કરતાં ગાંધીજીએ એ. પી. આઈ. તે આપેલી મુલાકાતમાં નીચે પ્રમાણે કહ્યું : ખરેખર મને ક્લિગીરી થાય છે કે જગદ્ગુરુએ આ ખિલા વિષે આવેા કાગળ લખ્યા. મારા અભિપ્રાય એવે છે કે એ બિલા કાઈ પણ રીતે અથવા કાઈ પણ રૂપમાં ધાર્મિક સ્વાત ંત્ર્યમાં દખલ કરતાં નથી. તેથી ઊલટું અને બિલેા ધાર્મિક સ્વાતંત્ર્યનું ખરાખર રક્ષણ કરે છે. જગદ્ગુરુએ કરેલી સરખામણી પણ સાચી નથી. જેનું શાસ્ત્રીય જ્ઞાન જોઈ એ એવા કાઈ શાસ્ત્રીય પ્રશ્ન જ આ બિલેામાં નથી, જે નિય માટે લેાકેા આગળ રજૂ કરવા જોઈ એ. પૂજા કરતી વખતે પેાતાની સાથે કાણુ આવી શકે અને કાણુ નહી. એતે નિર્ણુય કરવાને પૂજાથીને હમેશાં હક છે. તમારે એને ધર્મના ફેરફાર કહેવા હાય તે કહેા પણ એ હકથી તમે લેાકેાને ચિત કરી શકી નહીં. લાકા પાસેથી જે હક કદી ખૂંચવી લેવાવા ોઈ તે નહાતા તે હક તેમને પાછા આપવામાં કશી ધાર્મિક દખલગીરી થતી નથી. જો એટલું કબૂલ રાખવામાં આવે કે મંદિરમાં પૂજા માટે જનારામાંના સેાએ સેા ટકાની એવી ઇચ્છા હોય તે તેએ મદિરમાં દાખલ થવાના નિયમેામાં ફેરફાર કરી શકે, તે એટલું તે સહેલાઈથી તમારે સ્વીકારવું પડશે કે પૂરતી બહુમતી, પેાતાનાથી અલગ રહીને પૂજા કરવાની લઘુમતીની સ્વતંત્રતામાં જ્યાં સુધી તેએ આડે ન આવતા હોય ત્યાં સુધી મદિરપ્રવેશના પ્રશ્ન વિષે નિય કરવાનેા હક ધરાવે છે. સુધારકા, જેઓ એ જ ધર્મના અનુયાયીએ હાવાને અને એ જ શાસ્રા માનવાને દાવા કરે છે તેમને વિષે જગદ્ગુરુ જેવા જવાબદાર માણસે એમ કહેવું કે એ લેાકેા તે સનાતન ધર્મના દ્રોહી છે, એ બહુ ગંભીર વસ્તુ ગણાય. વળી એ વસ્તુ તેા મારી સમજમાં જ ઊતરતી નથી કે આ બિલેા પાસ કરવાં એ શી રીતે બંધારણ વિરુદ્ધ છે. ૩૯૯