૦૦ મહાદેવભાઈની ડાયરી ફૅસનસીમ સરખામણી આ પ્રમાણે જગદ્ગુરુતા કાગળ વાંધાભરેલા છે. તેની સાથે મતે એમ લાગે છે કે શ્રી ર્ગા આયરના જવાબમાં પણ કેટલાક સુધારા કરવાની જરૂર છે. મલબારનેા લેાકમત ખિલેાની વિરુદ્ધ છે અને તેથી હિરજનેાના મંદિરપ્રવેશની પણ વિરુદ્ધ છે અને ગુરુવાયુરની મતગણતરીનું પરિણામ એથી ઊલટી વસ્તુના સૂચન તરીકે ગણાવું જોઈએ, એ બાબતમાં તેમને જેટલી ખાતરી છે એટલી મને નથી. મલબાર જઈ આવેલા અને આંખે જોનારા માણસેાએ મને કહ્યું છે કે ત્યાંને લેાકમત મંદિરપ્રવેશની કાઈ પણ રીતે વિરુદ્ધ નથી. પણ એ વસ્તુ એવી છે કે એનેા નિણ્ય, કાઈ પણ સ્થળે અને પક્ષ સયુક્ત દેખરેખ નીચે બિનસરકારી મતગણતરીને સંમત થાય ત્યાં થઈ શકે. પેાતાના અતિ ઉત્સાહમાં અને મારા પ્રત્યેના અધ પ્રેમને લઈ ને શ્રો રંગા આયર એક કમનસીબ સરખામણી કરવામાં ફસાઈ પડવા છે. હું કાઈ પણ રીતે મારી જાતને મુદ્દની સાથે સરખાવવા યેાગ્ય માનતા નથી. હું મને તદ્દન સામાન્ય માણસ, એક અદના કાર્યકર્તા, જે બીજા માસના જેટલેા જ ભૂલને પાત્ર છે, એવે! માનું છું. હું માત્ર નમ્ર સત્યશેાધક છું. વળી આ સરખામણી તેા બીજા એક કારણથી પણ કમનસીબ છે. સનાતનીએ તેા કહેશે કે ખુદ્દ તે નાસ્તિક હતા અને વેદના પ્રામાણ્યમાં તથા વેદના ઈશ્વરીપણામાં માનતા નહેાતા; જોકે એ નાસ્તિક હતા અથવા વેદમાં નહેાતે માનતા એમ વસ્તુતઃ તેા નથી જ. પણ એ શું હતા તે આપણા મુદ્દા માટે અપ્રસ્તુત છે. બહુજનસમાજ એને વિષે શું માને છે એ જ સવાલ છે. તેથી મને પણ જો નાસ્તિક અને વેદના ઈશ્વરીપણામાં નહી માનનારા ગણવામાં આવે તે, સમગ્ર રીતે હિંદુ શાસ્ત્રના વિચાર કરતાં આધુનિક અસ્પૃસ્યતાને શાસ્ત્રાથી વિરુદ્ધ ગણીને તેને ઇન્કાર કરવાનું, એક સુધારક તરીકે હિંદુઓને કહેવાને મને કશા હક નથી એમ કહેવામાં આવે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૦૨
Appearance