લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૨
 
૪૦૨
 

૪૦R મહાદેવભાઈની ડાયરી ધ્યાનમાં નહેાતી, અને ખરું કહું તે। એ દરેક વ્યક્તિની સામે છે, જેને ઉપવાસની ધાર્મિકતા વિષે શ્રદ્ધા છે, અને જે એના ઉત્સવમાં, હાલ તુરત એમાં ભળવાની લાલસા રાખ્યા વિના, ભાગ લેવા ઇચ્છે છે. પણ એથીયે વધારે સાચું એ છે કે એ ઉપવાસ મારી પેાતાની સામે છે. મહાભીષણ પાપને! નાશ કરવાને માટે મેટા પુણ્યને પુંજ તેઈ એ. એ મારામાં ન હાય, મારા સાથીઓમાં ન હોય તેા એ ધર્મયુદ્ધ ચાલી શી રીતે શકે? પગલે પગલે જ્યાં સાવચેતી રાખવાની અને જાગ્રત રહીને ચાલવાનું ત્યાં મેખબર રહીએ તે આખી હિલચાલના ચૂરેચૂરા થઈ જાય અને હિરજને બાપડાને અંદર ભુક્કો થઈ જાય. આ ઉપવાસ એ મારી અને સૌ સાથીએ ની અધિક આત્મશુદ્ધિને માટેની પ્રાર્થના છે. પણ આ ઉપવાસને જેનું અંતર કબૂલ કરે તેણે મારી સાથે જોડાવાનું નથી. એ તે પેાતાની અને મારી પીડાને અર્થે આદરેલું તામસી તપ થશે. પણ આ ઉપવાસ ચિનગારી રૂપ અવસ્ય થશે. મારા ઉપવાસની સાથે આત્મહિને એ યજ્ઞ સમાપ્ત નહીં થાય પણ આરંભાશે. મારા કરતાં કેટલીય પવિત્ર અને અધિકારી વ્યક્તિએ પડી છે જે એ યનને ચાલુ રાખશે, અધિક શુદ્ધિ આપશે. - એવા મહા યજ્ઞ વિના અસ્પૃશ્યતા રૂપ ભયાનક ભલાને અંત અશકય જોઉં છું, છેલ્લા છ માસમાં મેં પંડિત અને શાસ્ત્રીએ, નિરક્ષરા અને સાક્ષરે, પુરાતનીએ અને સનાતનીએ, હિરજનેા અને હિરજનેતરાની સાથે ખૂબ ચર્ચા કરી, એમના કાગળેા વાંચ્યા, લેખે જોયા, અને એ ભીષણુ રાક્ષસ, મે કલ્પના કરી હતી તેના કરતાં અતિ વધારે ભયાનક છે એ વિષે મારી આંખ ઊઘડી. એને નાશ કરવાને નહીં લાખા રૂપિયા કામ આવે, નહી સધેાની સ્થાપના કામ આવે, નહી” હિરજનેને હાથ રાજકીય સત્તા મેળવી આપીએ એ કામ આવે — જોકે ત્રણેની જરૂર છે. પણ એ બાહ્ય સાધન- સંપત્તિના પાયે. તે આંતર સાધનસ ંપત્તિ ઉપર રચાયેલેા હોય તેા જ એ સફળ થાય. કોથળી છૂટે પણ હૃદયમાં કૃપણુતા હૈાય તેા? સધા સ્થપાય પણ હૃદયમાં એ સંધને નિરર્થક કરનારા સ્વાર્થ અને મેલ ભર્યાં હાય તે? હિરજનેને બાહ્ય સત્તા મળે પણ હૃદયમાં ‘ અમે હિંદુ છીએ ’ એ પ્રકારના વિશ્વાસથી મળતી સત્તા ન હોય તે!? એટલે સર્વોપરી આવશ્યકતા આત્મ- શુદ્ધિની છે. તે ઉપવાસ અને પ્રાર્થનામાંથી જ ઉદ્ભવે. સત્યરૂપી ઈશ્વરનાં દર્શન આપબળના અભિમાનીને નહી થાય પણ હારેલાને અને નિરાધારને અને રામને જ પોતાનું બળ માનનારા નિળને થશે.