બીજી માયાપવેશન ૪૦૩ પશુ દેહને સ્થૂળ આહાર આપવાને બંધ કરવાથી કશું ન વળે. ઇન્દ્રિયમાત્ર વિષયાનેા આહાર કરતી બંધ ન થાય ત્યાં સુધી પરનાં દર્શન અશકય છે, અને બંધ થાય તેા જ રામે રામે સત્યરૂપી ઈશ્વર વ્યાપો અને પ્રગટ થશે. એટલે એવા આધ્યાત્મિક ઉપવાસને માટે તેા તેએ જ અધિકારી હશે જેમણે યમેાનું જાગ્રત પાલન કરેલું હશે, જેમનામાં વિરેધી તે। શું, આતતાયી પ્રત્યે પણ અહિંસા હશે, જેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું" હશે, જેમણે અપરિગ્રહ અને અસ્તેય સેવ્યાં હશે. આ સાધનસપત્તિ વિનાને એકે જણુ મારી પછી ઉપવાસ ન આદરે. આવતા સપ્તાહથી આરભાનારા ઉપવાસને કાર્ય અન ન કરે. મને મરવાની જરાય ઇચ્છા નથી. મારે તેા હરિજનસેવાને માટે જેટલું જિવાય તેટલું જીવવું છે, જોકે એ સેવાને માટે જ મરવું પડે તેા મરવાની પૂરી તૈયારી છે, એવી આશા રાખું. પણ મારે તે આ ઉપવાસથી મારે માટે અને મારા સાથીએને માટે અધિક શુદ્ધિની, અધિક તન્મયતાની, અધિક આત્મસમર્પણની ભિક્ષા ઈશ્વર પાસે માગવી છે. મને તે કુંદન જેવા ચારિત્ર્યના કામ કરનારા સાથીએ જોઈ એ છે, જ્યારે મારી નજરે તેા ભયંકર મિલનતાના દાખલાએ આવ્યા છે. આવા માણસેા હિરજનસેવાના કામને! ત્યાગ કરે એવી આ ઉપવાસ દ્વારા તેમની પાસે નમ્ર માગણી છે. વળી આ હિલચાલ ઉપર બીજો પણ એક આક્ષેપ થાય છે. અનેક સનાતની મિત્રા અને બીજા મહાપુરુષો માને છે કે આ યુદ્ધ ધર્મયુદ્ધ નથી પણ રાજકાજની સેગટાંબાજી છે. ઉપવાસ કર્યા વિના હું બીજી કઈ રીતે એ લેાકાને સમજાવી શકું કે એને રાજકીય બાળતી સાથે કરો। સબંધ નથી, એ શુદ્ધ ધાર્મિક પ્રવૃત્તિ છે? આશા રાખું કે એમાં હું સફળ થઈશ. ઈશ્વરને આ દેહ પાસેથી વધારે સેવા લેવી હશે તેા જરૂર તે એને ટકાવી રાખવાની પેરવી કરશે. સ્થૂળ ખારાક બંધ થતાં આધ્યાત્મિક ખેારાક મેકલવે! તે શરૂ કરશે. પણ ઈશ્વરનેયે માણસે! મારફતે કામ લેવું પડે છે ના! એટલે અસ્પૃશ્યતાને સદંતર નાબૂદ કરવાની અનિવાર્ય આવશ્યકતા જેએ જોઈ ગયાં છે એવાં ભાઈ એ અને બહેનેા સવ હિ ંદુના તરફથી હિરજનેાને આપવામાં આવેલા કાલનું સંપૂણ પાલન કરીને મને જોઈ તે આધ્યાત્મિક ખારાક પહાંચાડશે. સાથીએ આ ઉપવાસથી ગભરાય નહી', તેમને તે એથી વધારે હિંમત મળવી જોઈ એ. સૌએ પેાતાને સ્થાને આસનબહુ રહેવાનું છે. અને જેએ હાલ તુરત યાગ્ય આરામને માટે અથવા રાગના નિવારણ અર્થે બહાર ગયેલા છે તેમણે ત્યાં જ રહી જવું એ શેાલશે, કારણ એ તેમનું યેાગ્ય
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૦૫
Appearance