અનશન વિષે ૪૧૫ હાવાં જોઈએ, એ વસ્તુ આ અનશનથી ડીક સ્પષ્ટ થઈ છે એમ કહી શકાય.
અસ્પૃશ્યતાનિવારણુ એટલે હરિજનેાની આર્થિક અને સામાજિક સ્થિતિને સુધારે। એટલું જ નથી, એ પ્રવૃત્તિનું ધ્યેય એથી બહુ આગળ વધે છે. અસ્પૃશ્યતા એ અનાદિકાળથી ચાલતી આવેલી ઈશ્વરનિમિત વ્યવસ્થા છે એવું માનનારા અસંખ્ય હિંદુએનાં હૃદયને હુલાવવાનાં છે. એ ધ્યેયને આપણે પહેાંચીએ ત્યારે હિરજતાની આર્થિક અને સામાજિક સ્થિતિ એની મેળે સુધરી રહે એ તેા સ્પષ્ટ જ છે, તેએાની સ્થિતિની હીનતામાં અસ્પૃશ્યતાનું ભૂત મેટામાં મેટું કારણુ છે. પણ ધર્મ તે નામે ચાલતા આ અધમ દૂર કરવા, ઊંચનીચની ભાવના સદંતર કાઢી નાખવી, એટલે હિંદુના મનનું ભારે પરિવર્તન કરવું અને હિંદુ ધર્મને ધીરે ધીરે નષ્ટ કરનાર ઝેરને કાઢી નાખવું. આવું પરિવર્તન મનુષ્યમાત્રમાં રહેલી યાની ભાવનાને જાગ્રત કરવાથી જ થઈ શકે. એવી જાગૃતિ અનશનમય પ્રાર્થનાથી જ સંભવે છે. એવા મારા દૃઢ વિશ્વાસ છે અને એવી પૂર્વજોની સાક્ષી છે. તેથી દિવસે દિવસે મારી માન્યતા દૃઢ થતી જાય છે કે પ્રાથનારૂપ અનશનની એક સાંકળ રચાવી જોઈ એ કે જેમાં યેાગ્ય પુરુષા અને સ્ત્રીએ પેાતપેાતાનેા ભાગ આપે અને એ સાંકળની કડીરૂપ બની રહે. આવી સાંકળ કેમ રચાય, એમાં કડીએ કાણુ થાય, એ બધું હું અત્યારે સ્પષ્ટરૂપે જાણતા નથી, પણ એને સારુ મથી રહ્યો છું. જો એ સાંકળ રચી શકાય તે મારા દૃઢ વિશ્વાસ છે કે તેથી સુધારક, સનાતની અને હિરજન ત્રણેને લાભ થાય. જગત પણ એ લાભથી વંચિત ન રહે. હિરજન ભાઈબહેનેાના કાગળા સૂચવે છે કે તેમનામાં મારા અનશનથી વિશેષ જાગૃતિ આવી છે. હિંદુસ્તાનની બહારથી આવેલા અનેક પત્રો સૂચવે છે કે વ્યક્તિઓનાં હૃદયમાં ત્યાં પણ જાગૃતિ આવેલી છે. અને જો મારા જેવા એક માણસના અપૂણૅ અનશનથી આવી જાગૃતિ સંભવી છે, તેા જ્યારે અનશનની અવિચ્છિન્ન સાંકળ રચાય અને તેમાં અનેક નિર્દોષ ભાઈબહેને આડંબર વિના, ડૉક્ટરો વગેરેની મદની આશા વિના, અને છ ત્રીજી આળપંપાળ વિના પેાતાનું બલિદાન આપે તેા તેનું પરિણામ કેટલું મેટું આવે અને તેની અસર કત્યાં લગી પહોંચે એ હિસાબ કાણ કરી શકે? P તા. ૧૬-૧૬૩૩