એ અનેરુ· અગ્નિહેાત્ર ૪૩ કર્યું, તૈયાર જ છું.' પણ સમજાવવા જવાને માટે તૈયાર હતા એમ તે કેમ કહું ? — સમજવાને, પ્રાયશ્ચિત્તનું કાંઈક રહસ્ય સમજવાને, એમાં ભાગ ભરવાને તૈયાર હતા, સમજાવવાને ખેાજો લઈ ને જવાને તૈયાર નહેાતે. પણ મારી સ્થિતિ ઘણા વાચકાના જેવી છે એટલે તેઓ સડે સમજી શકશે. ભાઈ ચંદ્રશંકરે અહીંનું વાતાવરણુ વ વતાં જે લખ્યું છે તે મારા જોવામાં આવ્યું. એમાં મારે વિષેતે ભાગ હું રાકી શકતા હતા, પણ મને રાકવાની જરૂર ન લાગી. ગેરસપ્પાની વાત એણે ફીક યાદ કરી. એ વાત સાચી છે, પશુ એની સાથે એક કડવું રહસ્ય ભરેલું છે. ગાંધીજી મારે માટે ગેરસપ્પા છે, પણ ગેરસપ્પાને વેધ કાણુ ઝીલી શકયુ છે કે હું ઝીલી શકું ? નળતું કે નાના ઝરણાનું પાણી માંડ ઝીલી શકાય, પણ ગેરસપ્પાની નીચે તેા ભૂકેભૂકા થઈ તે ધાવાઈ જઈ એ. આજે ગાંધીજી જાણે પાકારીને કહી રહ્યા છે : ‘ ઝીલે। અથવા તેા ચૂરેચૂરા થઈને ધાવાઈ જાએ.' એ એમાંથી એક કરવાની ઈશ્વર મને શક્તિ આપે, દેશને શક્તિ આપેા. મને લાગે છે કે બિચારા દેશની પણ મારા જ જેવી સ્થિતિ છે. રાજ સવારે ગીતાપાઠ કરું એમાં શાંતિ, બળ, સમાધાન, જ્ઞાનના તેા ઢગલા ભરેલા છે, પણ પાઠ કર્યા પછી ભણકારા વાગે, વાગે તે આ જ વાગે છે: તેનામિરાટ સમગ્ર મામસ્તોત્રાઃ પ્રતન્તિ વિઘ્નો આલ્યાદિ. મે જો માનુપ્રો નમોસ્તુતે વૈવવર પ્રસીદ્દ 1 વિજ્ઞાતુમિચ્છામિ મન્તમાથું ન હૈ પ્રજ્ઞાનામિ તવ પ્રવૃત્તિમ્ ॥ આશાનાં કિરણે આમ દશ દિવસ ધ્યાન ધરીને, દશ દિવસે નિકટ આવીને ઉગ્ર તેજથી અંજાઈ જવાય છે, ત્યારે જરા અંતર્મુખ થતાં ધીરજ આવે છે, શાંત થવાય છે, તપના ઉગ્ર તેજને બદલે સૌમ્ય સ્વરૂપનાં કઈક દર્શન થાય છે, અવિશ્વાસ, અશ્રદ્દાની અકળામણ દૂર થાય છે, અને પાછી શ્રદ્દા પેાતાનું સ્થાન મેળવે છે. મારી અશક્તિ, મારી અપવિત્રતાની ઉપર મારે શા સારુ ભાર મૂકવા મારા પાતા પૂરતા ભલે એ ભાર મૂકું, પણુ ખીજાતે કેમ વીસરું ? જો મારી અશક્તિ અને અપવિત્રતા બધે ભરી હોય તે તેા એવા કાઈની પ્રાથૅના કામ ન આવે અને આપણે ગાંધીજીને ખેાઈ ખેસીએ. પણ સુભાગ્યની વાત એવી છે કે ગાંધીજીએ જ જે પ્રેમ, પવિત્રતા અને ત્યાગ આ પદર વર્ષ થયાં જાગ્રત કર્યાં છે તેને પરિણામે અનેક પવિત્ર વિભૂતિઓ પડી છે કે જેની પ્રાર્થના આ વખતે કામ કર્યા વિના રહે જ નહી. મીરાબહેન, જેનું નામસ્મરણ પણ ઘડીભર તેા માણુસને પવિત્ર કરી શકે એ બાપડી
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૪૧
Appearance