૪૩ મહાદેવભાઈની ડાયરી કયાં છે આપણી પાસે એ વિશ્વાસ ? એ વિશ્વાસ ગાંધીજીની પાસે તનમનધનની બાજી ખેલાવે છે, અને આપણા અવિશ્વાસ આપણુને રડાવે છે. વિયેાગના દશ દિવસ કેમ ગયા એ કેમ લખાય? આત્મકથા થાડી લખવા ખેડા છું? પણ સરદારની દૂર્ફે વિના એ દિવસ દેાઘલા થઈ પડત એટલું તા કહી દઉં. આજે આવીને બાપુના ચરણમાં શિર ઝુકાવ્યું ત્યારે એમને પ્રથમ સવાલ જ એ હતેા : વલ્લભભાઈ કેમ છે?' બીજો સવાલ : “ કેમ ગમ્મત કરી હતી. ના?' એટલે કે · આંસુ નહેતાં પાડવાં ના ? ' આ સવાલા, એ પૂછતાં એમને અવાજ, એમનું પ્રથમના જેટલું પ્રફુલ્લ નહીં પણ પ્રથમના જેટલું જ પ્રસન્ન હાસ્ય, મુખની કાંતિ વગેરે જોઈ ને હું સાન દાશ્ચર્યમાં ગરકાવ થયા. મે એકે સવાલની આશા નહેાતી રાખી, કારણ કે ગયા વર્ષના સપ્ટેમ્બરના ઉપવાસમાં ત્રીજે દિવસથી અવાજ એસવા લાગ્યા હતા, છડ઼ે દિવસે એ અવાજ રહ્યો જ નહેાતા. આજે તેા બાપુ પે।તે કહે છે : ‘મારામાં પૂરેપૂરી સ્ફૂતિ છે. અવાજ, હાલચાલ વગેરે દરેક વસ્તુને કાળજીપૂર્વક સંગ્રહ કરી રહ્યો છું. ઈશ્વર પાર પાડશે એમ ભાસે તેા છે. ' આ પછી ઘણી વાતા થઈ એની સાથે વાચકને સંબંધ નથી. પણ એક પવિત્ર વાતનું સ્મરણ કરાવું . અહીંના મારા મિતો મારી આશા રાખીને ખેડા હતા. ચંદ્રશંકર તેા બિચારા ‘ હરિજનબંધુ'ની ષ્ટિએ જ વિચાર કરે. મારે એને લખી શું આપવું? ઉપવાસ જે ગાંધીજી ઇચ્છે છે તેમ ઉત્સવની વસ્તુ લાગતી હોય તેા એનાં ઉત્સવગાન લખવાનું પણ મને ભાન ન રહેવું જોઈ એ, એના રહસ્યમાં મારે તલ્લીન થવું જોઈ એ, અત ખ થવું જોઈ એ અને વૈખરી તજવી જોઈ એ. જો એ દુઃખની વાત હોય, અસહ્ય હાય તે મારે ગાંધીજીને વિરાધ કરવા જોઇ એ. આજ સુધી તે એને સમજવાને — સમજાવવાના નહીં, પણ સમજવાને જ પ્રયત્ન કરી રહ્યો છું. મારા લેખે એ સમજવાને પ્રયત્નમાત્ર છે. એ પ્રયત્નમાં આજે નવી સ્ક્રૂતિ મળી. આ ઉપવાસ એ કેવળ ધમને માટે છે એ વસ્તુ મને તા ક્ષણે ક્ષણે વધારે પ્રતીત થતી જાય છે, જગતને પણ થશે. તમે આજે છૂટીને આવ્યા. આશ્રમ આ વસ્તુ તમારી પાસે સમજવાની આશા રાખશે. તમે સમજાવી શકશેા. લાક એમ આશા રાખતા હશે કે આજે તમારું સ્થાન મારી પાસે છે, પણ તમારું સ્થાન આશ્રમમાં છે—ભલેને એક એ દિવસને માટે. અને તમે મને ાડીને આશ્રમમાં જશે એ પણુ લેાકેાને માટે પાઠ થઈ પડશે કે આ ઉપવાસ ધમને માટે છે. આ શબ્દોને માટે હું તૈયાર હતા, આશ્રમમાં જવાને માટે તૈયાર હતા — એટલે તરત જ ,,
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૪૦
Appearance