લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૭
 
૪૩૭
 

એ અનેરું અગ્નિહોત્ર ૩ કેવા આનંદથી ગાંધીજી ઉપવાસની રાહ જુએ છે એ વાત હું તમને કરી ગયા. અનશનના પ્રારંભની અગાઉ ઘેાડા જ વખત પર એમણે મીરાબહેનને લખેલા પત્રમાંથી ઘેાડુક તમને જણાવું : “ આજ સુધીમાં ઈશ્વરે કદી મને નથી આપી એવી બક્ષિસ આ ઉપવાસ એમ હું માનું છું ને તું માને એમ ઇચ્છું છું. ભય અને ધ્રુજારી સહિત હું એમાં પ્રયાણ કરું છું તે મારી અપૂર્ણ શ્રદ્ધાનું ચિહ્ન છે. પણ આજ મને જે આનદ છે એવેા મતે કદી નહાતા. મારી સાથે એ આનંદની ભાગી તું પણ ખતે એમ હું ઇચ્છું છું.” આટલું કહ્યા પછી આગળ જવું એ મારે મન પાપ સમાન છે. આ આનદ અમના હમેશના સાથી અના. ' ૩ દશ દિવસે હરિજનબંધુ' માટે પ્રથમ અવાડિયે લેખ લખી આપ્યા ત્યારે સજોગાનુસાર અને પ્રશ્નોત્તરીનું રૂપ આપ્યું હતું. બીજે અવાડિયે પણ એ પ્રમાણે હું લખી શકીશ એવી ઉમેદ હતી, પણ પામર માનવીની ઉમેદ કેટલી ઊભી રહી છે? ખરી વાત એ છે કે માનવી ઉમેદ રાખે એ ખેાટી, ઈશ્વરને પેાતાની ઉમેદ સાંપે એટલી સાચી. આ મહાતપમાંથી એટલું શીખીએ તેાયે ઘણું. - ' ૮મીએ સાંજે અમે છૂટા પડયા તે પહેલાં ગાંધીજીને એક નાનકડા સત્યાગ્રહ કરવા પડયો હતા એવી વાત ‘હરિજનબધુ ’માં લખી જાય એમ નથી. પણ છૂટા પડતાં મેં સામાન બાંધ્યેા તેટલી ઘડી સરદાર સાથે ગાંધીજીએ ઘણી ગેાઠડી કરી — જાણે સરદારને વિયેાગને માટે તૈયાર કરતા હાયની! પણ વધારે સાચી વાત એ છે કે ગાંધીજી પેાતાને સરદારના વિયેાગને માટે તૈયાર કરી રહ્યા હતા. દિવસના જ ઘેાડા કલાક વિખૂટા પડવું પડયુ એટલે પેાકારી ઊઠયા હતા ઃ ‘ એ તે! મારે માના કરતાંયે વધારે છે. જતાં જતાં સરદારને કહ્યું, “જુઓની ૩૦મીએ પાછા ભેગા. તમે બહાર નહી તે। આપણે અને પાછા અંદર.' સરદાર : ‘ ૩૦મીએ તેા તમને સરકારની પણ અંદર પાછા લાવવાની હિંમત નહીં ચાલે.' બાપુ : ' તેા એકાદ એ અઠવાડિયાં પછી. પણ કાં તે! આપણે બને બહાર અથવા આપણે અંદર એ વિષે કઈ શંકા છે?' સરદાર : ‘કાણ જાણે ? ' ગાંધીજી : · ભગવાન બધું કરી શકે છે, અને તે જાણે છે.' .. તે