મહાદેવભાઈની ડાયરી ભારતનું જીવન, ભારતના પ્રાણ સુકાઈ જવા બેઠા છે એવા સૌને ત્રાસ પેસી ગયા હતા, અને એકવીસ દિવસ સૌના શ્વાસેાાસમાં જાણે આ પ્રાર્થના હતી ત્યારે ભગવાન કરુણા વતા, ગીતસુધા રેલતા આવ્યા. આખરે દરેક સુખ અને દુ:ખને, હરખ અને કસેાટીને પ્રસંગે સમતાનું સ્મરણ કરાવનારું પરમ વૈષ્ણવને માનીતું ‘વૈષ્ણવજન તો તેને કહીએ'નું ભજન ગાવામાં આવ્યું, અને પાના પૂરી થઈ. પણ પારણાં પારણાંને હજી વાર હતી. સૌ પારણાં કરાવવાને આતુર હતાં, પણ ગાંધીજી હજી આતુર નહેાતા. ઈશ્વરકૃપા પણ પ્રત્યક્ષ મૂર્ત સ્વરૂપ લે છે, તે એને માટે ધન્યવાદ પણ મૂર્તરૂપે માનવા જોઈ એ, એ વિના કેમ પારણાં થાય? મહાપ્રયત્ને મિત્રોને સ ંભળાવવાને માટે મારા કાનમાં એમણે નીચેના શબ્દો ઉચ્ચાર્યાં. પરમ કરુણુામયની કરુણા કબૂલ કરતાં એમની આંખેા આભારભીની થયેલી હું જોઈ શકયો : • એક મિનિટમાં હું ઉપવાસ છેાડીશ. જે ઈશ્વરના નામથી અને જેની શ્રદ્ધાથી આ ઉપવાસ શરૂ કર્યો તેના નામથી એ છૂટશે. મારી શ્રા આજે એછી નથી પણ વધી છે. આ અવસર કેવળ ઈશ્વરનું નામ લેવાને અને ભજન કરવાનેા છે. પણ મારી ઉપર જે દાક્તરેાએ, મિત્રોએ અને બીજાઓએ અખૂટ પ્રેમ રેડચો છે એ તેા હું કેમ ભૂલી શકે? એટલે એને ઉલ્લેખ કરી લઉં છું, કેમ કે એ પણ ઈશ્વરની કૃપાના એક ભાગ છે. એએને બદલે તે! ઈશ્વર જ આપશે. હિરજન ભાઈ એ અહીં આવ્યા છે એ મને બહુ ગમ્યું છે. હવે ઈશ્વરને મારી પાસેથી શું કામ લેવું છે એ હું જાણતા નથી. પણ ગમે તે લેવું હાય, હું નિશ્ચિંત છું. એને વાસ્તે એ શક્તિ આપી દેશે. ’ આમ જેમની સેવામાં ગાંધીજીએ ઇશ્વરની કૃપા તીરખી તેમનાં નામ આપવાની જરૂર છે? નામેા તે છાપાંઓમાં રાજરાજ આવ્યાં છે. દાક્તા- નાં નામે સૌ જાણે છે. પણ ડૅ. અનસારી અને ડૉ. વિધાનનાં નામ ફરી લેવાનું મન થાય છે. તેના ધીકતા ધંધા, માંધા મેાંધા દરદીએની એમની સારવાર. પણ ડૉ. અનસારી ઉપવાસના ઘણાખરા દિવસ પેાતાના ધંધેા, પેાતાના દરદીએ, પેાતાની નાજુક તબિયત બધું ભૂલીને ગાંધીજીને પડખે બેટા. દાક્તર વિધાન રૉય પશુ ડૉ. અનસારીએ તાર કર્યો કે તુરત આવ્યા અને ૩૦મી સુધી રહ્યા. ડૉ. દેશમુખ, પટેલ, વગેરે મુંબઈનું મ`ડળ અને પૂનાના દાક્તરેા તા જયારે મેલાવીએ ત્યારે હાજર થતા જ હતા. પણ આમાં ડૉ. દિનશા મહેતાની સેવાની જેટલી કદર કરીએ એટલી એછી છે. પ્રાકૃતિક ઉપચારાનું પેાતાનું આરેાગ્યાલય એમણે ગાંધીજીની
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫૨
Appearance