એ અનેરુ અગ્નિહેાત્ર સેવાને માટે અપણુ કર્યું' એમ કહીએ તેા ચાલે. પેાતે અને પેાતાના મદદનીશે પેાતાની સમગ્ર સાધનસામગ્રી સાથે રાતદિવસ ગાંધીજીની સેવામાં હાજર, તે હજુ આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે પણ મેાજૂનૢ છે. ઉપવાસ દરમ્યાન ચેાવીસે કલાક અને ઉપવાસ પૂરા થયા પછી હજુ પણ ગાંધીજીની અંતતિ મૂક સેવા કરી રહેલા મારા મિત્રાનાં નામ આપવાં એ તે એમનું અપમાન કરવા જેવું કહેવાય. આ બધી સેવા, સેવારૂપ આ બધી પ્રાનાનું પલ્લું, મારા જેવાની ભૂલા અને પાપાના પલ્લા કરતાં કાંઈક નીચું નમ્યું હશે ત્યારે જ ગાંધીજી પાછા સજીવન થયા હશે ના ! કેટલાક મિત્રએ લખ્યું છે કે ગાંધીજીને પુનર્જન્મ થયેા છે. સાચી વાત છે. અનેકાનેક મિત્રોનાં અભિ- નદનના, પ્રાથનાના તારા આવ્યા છે, હજી આવ્યે જાય છે, ઉપવાસમાં પણ આવતા હતા. ભાઈ મથુરાદાસ ત્રિકમજી, જેમણે આ કાગળેા, તારા રાખી મૂકવાનું, અને બતાવવા જોઈ એ એટલા જ બતાવવાનું અળખામણું કામ સ્વીકાર્યું હતું. તેમણે કાળજીપૂર્વક બધું સધરી રાખ્યું છે. અનેક મિત્રોએ પેાતાના પ્રેમની અનેક નિશાનીએ મેાકલી છે, વૈદ્યોએ તેલ મેાકલ્યાં છે, દાક્તરાએ દવા મેાકલી છે, હરિજન વિદ્યાર્થીએએ મધ મેાકલ્યાં છે, કેટલાકે ગંગાજળ મેાકલ્યાં છે, પણ એક પ્રેમભેટની તેાંધ લીધા વિના ચાલે એમ નથી. મુંબઈથી એક મુસલમાન ભાઈ એ એક નાનકડી દાબડીમાં એ નાજુક ચૂડીએ અને હળદીકકુમ મેાકલ્યાં છે, અને એ ભેટ મેાકલતાં નીચેના પ્રેમળ ઉદ્ગાર કાઢવા છે: પ્રિય ભગિની કસ્તૂરભાઈ, આપને સૌભાગ્યસૂડા જન્માજન્મ અખંડ રહે એ પ્રાર્થના સાથે આ બે સૌભાગ્ય- ચૂડીઓ અને હળદીકુકુમ આપને ર૯મીએ પહોંચે એમ એક મુસલમાન ભાઈ શ્વરપ્રાર્થના સાથે મેાકલે છે તે સ્વીકારશે.’આ ભાઈ એ પેાતાનુ સરનામું પણ મેાકલ્યું નથી એટલે શું થાય ? પણુ આ લીટીએ એના જોવામાં આવે તે એને જાણ થાય કે પૂ. કસ્તૂરબાએ પ્રેમથી એક કુને ચાંલ્લા કપાળે કર્યો અને ચૂડી પણ ઘડી વાર પહેરી. બહુ મેટી છે. એટલે હંમેશ પહેરી શકાય એમ નથી. ગાંધીજીને જ્યારે આ વાત કહેવામાં આવી ત્યારે તેમને પણ બહુ અસર થઈ. આ અને આવા કેટલાંય અજ્ઞાત ભાઈ- બહેનેાની પ્રાર્થનાને પરિણામે ગાંધીજી જીત્યા છે. બીજી બાજી પણ એક જાતના વિચાર એ જીતની સાથે પૂરા થયા, અને ઉપવાસ પૂરા થતાં જ જાણે બીજી બાજીના વિચાર ગાંધીજી કરવા લાગ્યા છે. મનુસ્મૃતિને આ લેખને મથાળે ટાંકેલેા શ્લાક જાણે એમના જીવનની રગેરગમાં વણાઈ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫૩
Appearance