લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૪
 
૪૫૪
 

૫૪ મહાદેવભાઈની ડાયરી આપણી શરમ? ગાંધીજીના ઉપવાસથી આપણે એટલુ પણ સમજી શકા હાઈ એ તેા ઘણું કહેવાય. પરદેશી ટીકાકારા પરદેશી મામાંથી દીનબંધુ અન્ડ્રૂઝ અને ઋષિ રામે રેલાંના વિચારે। હું જણાવી ચૂકયો છું. અહી આજે અપરિચિત પરદેશીએના વિચારેાનું દિગ્દર્શન કરીએ. દૂર દૂર અમેરિકા, કેનેડા અને સ્વિટ્ઝરલેંડમાં એઠેલાં માણસને આ ઉપવાસે વિચાર કરતા કરી મૂકયાં એ તેા સ્પષ્ટ છે. એમાં કેટલાક રમૂજી ટીકાઓ કરી છે એ વાત જુદી. કેટલાકે બાઇબલમાંથી ઉપવાસને માટે આધાર ટાંકવા છે તો કેટલાકે બાઇબલમાં આવા ઉપવાસ માટે જરાય આધાર નથી એમ બતાવવાના પ્રયત્ન કર્યા છે. કેટલાક મતાગ્રહીએ એટલી હદ સુધી ગયા છે કે તમારા ઉપવાસ ઉત્તમ છે, તમે તમારા દેશને માટે પ્રાણુ આપવા તત્પર થયા છે. એને વિષે કશી શંકા નથી. કેવળ પવિત્રતાપ્રીત્યર્થે જ તમે આ ઉપવાસ કર્યાં છે એને વિષે પણ કશી શંકા નથી. પણ એ ઉપવાસ ફળે ખરા? પશ્ચાત્તાપ, ઉપવાસ, પ્રાથૅના વગેરે તે તેનાં જ ફળે કે જે ઈશુને પેાતાના તારણહાર માને.' આવી ધર્માંધતાથી જ જગતમાં ધાર્મિક મતભેદા અને ઝવ્રુડાએ ઉત્પન્ન થયા છે. પણ આટલી ધર્માંન્ધતા પણ આ ઉપવાસનાં તપ અને પવિત્ર હેતુ જોઈ શકે છે એ તેોંધવા જેવું છે. પણ આ ઉપરછલ્લી ટીકા કરનારાની વાત થઈ. જરાક ઊંડું વિચારીને જોનારાએ તેા લખ્યું છે કેઃ આટલા હજારો માઈલ ખેડા છતાં અમારી પ્રાર્થના અહર્નિશ થયાં જ કરે છે કે તમારા ઉપવાસ સફળ થાઓ. અમને શંકા નથી કે તમે સફળ થશેા.' એક બહેનને કાગળ હૃદયદ્રાવક છે. વાચકને યાદ હશે કે ગાંધીજીએ ઉપવાસ આરભ કરતાં પહેલાં એક વાતચીત દરમ્યાન કહેલું કે હું તે સ્ત્રીઓ અને બાળકાને ઘેલાં કરવા માગુ છું. એ વેળા એએ કાંઈ હિંદી ભાળકા અને સ્ત્રીએની જ વાત નહાતા કરતા, એમના લક્ષમાં જગતની સ્ત્રીએ અને બાળા હતાં. કૅનેડાથી લખનાર આ બહેનનેા કાગળ એક કરુણ આત્મકથા છે. પેાતાનાં સ્વજને દુરાચાર અને પાપમાં ડૂબેલાં છે, પેાતાની આંખે એ દુરાચાર જુએ છે છતાં તેનેા કશા જ ઉપાય કરી નથી શકતી. આ ઉપવાસની વાત સાંભળીને એ જાગ્રત થઈ, એને એમાં આશાનાં કિરણેા દેખાયાં, ઘડીક વાર એને એમ લાગી ગયું કે દુનિયાનાં પાપથી કંટાળીને ગાંધીજીએ વિચાર કર્યો કે આવા જગતમાં જીવવામાં શું લાભ છે? પછી ધીમે ધીમે એના મનમાં ઊગી જાય છે કે નહીં, જગતમાં પાપની સામે લડવાના એ ઉપાયેા