લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૦
 
૪૭૦
 

Go મહાદેવભાઈની ડાયરી કે અનાદિ પાપની સામે નહેતા પણ આપણા પેાતાના સમાજના એક સડા સામે હતા. એ પાપ આખા માનવસમાજની શરમ નથી પણ આપણા પેાતાના સમાજની શરમ છે. અને એ વિષે તેા કવિવરે પેાતાના ભાષણમાં જે કહ્યું છે તેમાં શુદ્ધ સત્ય રહેલું છેઃ “ એ જડમૂળ ઘાલી બેઠેલા મહા- પાતકની સામે મહાત્માજીએ આજે અંતિમ યુદ્ધની ઘેાષણા કરી છે. આપણા દુર્ભાગ્યે કદાચ આ ક્ષેત્રમાં તેમના દેહનું અવસાન થાય પણ ખરું, પણ એ ધયુદ્ધને ભાર એમણે આપણા દરેકની ઉપર નાખ્યેા છે. એ ભારનું તેએ દાન કરી જશે.” આ જ મહાવાકયોમાં કવિવરના બીજા પુત્રની બીજી કડિકાને જવામ રહેલા છે. એમાંતે એમને ડર અસ્થાને છે. કાઈ મહાસંદેશ વૈયક્તિક નથી હેાતા, વિશ્વને ઉદ્દેશીને જ ડેાય છે. અને ગાંધીજી તા અનેક વાર કહી ચૂકયા છે કે એમના ઉપવાસના અત એમની સાથે નહી આવે, પણ અસ્પૃશ્યતાના અંતની સાથે આવશે. એટલે એમણે આરંભેલા અગ્નિહેાત્રમાં એક નહીં પણ અનેક યાજ્ઞિકા ભાગ લેશે અને એને અસ્પૃસ્યતા ભસ્મ થતા સુધી જાગતું રાખશે. કવિવરનાં હમણાં ટાકેલાં વચનેમાં એ જ વસ્તુ નહીં તે। બીજું શું છે? એ આખા અગ્નિહેાત્રને કવિવરના આશીર્વાદ છે એમ એમના બીજા ભાષણની આ વાણી સાક્ષી પૂરે છે: “ જય થાએ એ તપસ્વીને જે આ ઘડીએ ખેડા છે — મૃત્યુને સમીપ રાખીતે, ભગવાનને અંતરમાં સ્થાપીને, સમસ્ત હૃદયના પ્રેમને દીવા પ્રગટાવીને. તમે એનેા જયધ્વનિ પાકારેા. તમારા કસ્વર પહોંચાડા એના આસનની પાસે.” એવું જ આશીવચન એમણે ઉપવાસની પૂર્ણાહુતિને દિવસે માકહ્યુ હતું. ૧૦ ઘેાડા વધારે પા આ લેખમાળા હવે પૂરી થાય છે, કારણ હવે વાચકને અગ્નિહેાત્રની ચિનગારી આપવાની જરૂર રહી નથી. ગાંધીજીના પેાતાના લેખ આ સપ્તાહથી શરૂ થાય છે એટલે અગ્નિઅેત્રનેા પુણ્યપાવક અગ્નિ મળી રહેશે. આ લેખમાળા પૂરી કરું તે પહેલાં આ અવાડિયામાં આવેલા પશ્ચિમના કેટલાક કાગળાની તેાંધ લેવી જરૂરની છે. દરેક અડવાડિયે આવતા આ કાગળાથી વધારે ને વધારે સિદ્ધ થતું જાય છે કે ઉપવાસનું રહસ્ય હિંસાની રીતેથી કંટાળેલા પશ્ચિમના લેાકેા સરસ રીતે સમજ્યા છે. આ કાગળામાં કેટલાક અતિશય ટૂંકા છે તે જેમના તેમ ઉતારું છું, કેટલાક લાંબા કાગળમાંથી ઉતારા લઉ છું.