સરકાર સાથે પત્રવ્યવહાર જવ નક્કી ક્યું.. બાપુએ આશ્રમના બજો લેવા મુંબઈ સરકારને લખીને આશ્રમવાસીએ સાથે તા. ૧-૮-૧૯૩૩ના રાજ રાસ ગામ તરફ કુચ કરવાનું નક્કી કર્યું. તે જ દિવસે પાઢિયે બાપુને પકડીને સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાંથી એમને યરવડા લઈ ગયા. તા. ૪-૮-૧૯૩૩ના રાજ ચરવડા જેલમાં તેમને કેસ ચાલ્યા અને તેમને તથા મહાદેવભાઈને એક એક વર્ષની સાદી કેદની સ થઈ. આ કેદ દરમિયાન પણ અસ્પૃશ્યતાનિવારણનું કામ કરવાની પેાતાને છૂટ મળવી જોઈએ એ માગણી વિષે નીચેનેા પત્રવ્યવહાર છે. ] ૧૧ ભાઈશ્રી મેજર અડવાની, સાબરમતી, ૧-૮-૧૯૩૩ તમે જાણતા હશેા કે યરવડા સેન્ટ્રલ પ્રિઝનમાંથી ગયા મે મહિનામાં મારા ઉપવાસને કારણે હું છૂટયો તે પહેલાં મને હરિજનકામ કરવા દેવામાં આવતું હતું. અને તેને અંગે છૂટથી મને મુલાકાતેા લેવા દેવામાં આવતી હતી, તેમ જ એટલી જ છૂટથી મને કાગળેા આપવામાં આવતા અને હું લખી પણ શકતા. મતે ટાપિસ્ટ પણ રાખવા દેવામાં આવેલા, તથા વર્તમાનપત્ર, સામયિકા તથા બીજું સાહિત્ય મને આપવામાં આવતું. હું આશા રાખું છું કે એ બધી સગવડા હવે મને આપવામાં આવશે. હું તમને જણાવું કે પૂનાથી રિજન' નામનું એક સાપ્તાહિક પત્ર કાઢવામાં આવે છે, એ પત્રને માટે લેખા માકલવાનું અને તેના તંત્રીને બીજી સૂચનાઓ આપવાનું મારે માટે આવશ્યક છે. પૂનાથી જે ટાઇપિસ્ટને હું લાવેલે તેને મે અમદાવાદમાં જ રાખ્યા છે. તમારી પાસેથી હું સમજ્યા છું કે આ બાબતમાં હજી સુધી સરકાર તરફથી તમને કાંઈ સૂચના મળી નથી. આવશ્યક સૂચનાઓ તારથી મગાવી લેવાતી કૃપા આપ કરશે? લિ. સેવક મે॰ ૬૦ ગાંધી ૧૩ સેક્રેટરાં ટુ ગવર્નમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ, પૂના. ભાઈશ્રી, ચરવડા, તા. ૪-૮-૩૩ અમદાવાદ સેન્ટ્રલ પ્રિઝનમાં મને દાખલ કરવામાં આવ્યેા તે જ દિવસે, મારા ગયા ઉપવાસ પહેલાં અસ્પૃશ્યતાનિવારણનું કામ હું જેલમાંથી જે રીતે કરતા તે રીતે કરવા દેવાની પરવાનગી માગતા એક કાગળ મે
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯૧
Appearance