પેન ઉપરથી સ્વદેશીની સીમાંસા ge એ. પી. આઈ.ને આજે સરસ મુલાકાત આપી. બિલને મજૂરી આપવા સંબંધમાં સરકારની મુશ્કેલીએની વાતનું પાકળ ઉઘાડું પાડયું. ૨૨-૨-૨ કાલે વગે, દેવધર, પટવર્ધન હિરજનસેવક’ના અંગ્રેજી અવતાર માટે ચર્ચા કરવા આવ્યા હતા. બાપુએ કેટલાક સવાલે પૂછ્યા હતા. તેનેા જવાબ ન આપતાં ત્રણે ભાઈ એ સ્પષ્ટીકરણને માટે જાતે જ આવી ગયા અને બધા વિગતવાર ખુલાસા કરી ગયા.
એમના ગયા પછી આપુ કહે : જોયું, આ બધા માણુસા ઉપર ગાખલેની આધ્યાત્મિકતાની છાપ જુએ છે ના ? આપણે મહારાષ્ટ્રમાં પ્રપંચ, ખટપટ, સરલતાના અભાવની વાતા સાંભળીએ છીએ. પણ આ બધામાં સરલતા સિવાય કશું જ નથી. એનેા યશ ગેાખલેને છે. આજે પણ ગેાખલેને આત્મા કામ કરી રહ્યો છે એમ મને તે સ્પષ્ટ ભાસે છે. ગેાખલે માટેની ભક્તિ આપુનામાં પગલે પગલે જાગ્રત થઈ રહી છે. આ ‘હિરજનસેવક ’નું કામ સર્જેન્ટ્સ ઑફ ઇન્ડિયાના માસેા મારફતે થાય. વઝે જેવા જવાબદારી લે, એ બાપુને એટલા જ માટે આગ્રહ કે જૂની સાંકળેા વધારે મજબૂત થાય. કાલે સવારે લખનૌથી મળેલી વાપરતાં ઠીક મુશ્કેલી આવે છે. સ્વદેશી પેન વાપરતાં કહે: આ મે કહ્યું : એ છેાડવી પડશે. પણ મારી પાસે એ જ પેન નવી ઘેર પડી છે તે મગાવી લતા? બાપુ: શા સારુ? એવા થાડે! જ આગ્રહ છે કે આ જ પેન વપરાય અને પરદેશી ન વપરાય? એ પેને પણ આપણે બનાવી જ શકવું જોઈ એ એવું શા સારુ ? એમાં હું ઊંડે ઊંડે દ્વેષ જોઉ છું. ઘણી વસ્તુએ એવી છે કે આપણે ન બનાવી શકીએ, તે ભલેને પરદેશેા બનાવે અને તેમાંથી કમાય. આપણે આગ્રહ તે। જે વસ્તુ અહીં આપણે ત્યાં પાકે છે તે બહારથી ન મંગાવવાનેા છે. ઘઉં તા આપણી પેદાશ છે. હવે આપણા જ ઘઉં લઈ જઈ તે કદાચ ઑસ્ટ્રેલિયા વધારે ચડિયાતા ઘઉંં પેદા કરે તેથી આપણે ઑસ્ટ્રેલિયાના શા સારુ ખાઈ એ ? આપણે આપણું ખી સુધારીએ, નહી તે આપણે ત્યાં જેવા પેદા થાય છે તેથી ચલાવી લઈ એ. એમ જ રૂની આબતમાં. એ આપણી જ પેદાશ છે, આપણી ભૂમિ એ હજારા વર્ષ થયાં પેદા કરે છે, હવે ઇજિપ્તથી ચડિયાતું રૂ આવે તેથી આપણે આપણા રૂને ભૂલી નથી શકતા. આપણા રૂની જાત ભલે સુધારીએ પણ ન સુધરે તે આપણા રૂથી ચલાવીએ.