પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કશો સંબંધ નથી એમ કહીને આજે ૪૦૫ તાર ઉપર પહોંચ્યા છે અને કહેતા જાય છે, " જુઓ, પ્રગતિ થતી જાય છે ના ! ” આની સાથે ઉર્દૂ તાજું કરવાનો, ઝપાટાબંધ વાંચવાની શક્તિ મેળવવાનો, લોભ તો ઊભો જ હતો. રિહાનાબહેનના કાગળા ઉર્દૂમાં આવે તેને ઉર્દૂ માં લખવાનો પ્રયત્ન કરી તેની પાસે ભૂલ સુધરાવે અને મારી ' ઉસ્તાની' કરીને એને સંબોધે અને પોતાને એના શાગિર્દ લેખે. આ ચાલતું હતું તેટલાથી સંતોષ ન માની હવે ઉર્દૂ ની બધી ચોપડીઓ જેલ-પુસ્તકાલયમાંથી મંગાવી અને સવારે ખાતાં ખાતાં એ વાંચવાનું શરૂ કર્યું છે. આકાશદર્શનમાંથી તો ઈશ્વરની વિભૂતિઓનાં દર્શનના ઘૂંટડા છૂટે છે એટલે તે વિષે છોપડીનો ભંળ વધાર્યે જાય છે. પત્રવ્યવહાર પણ વધાર્યે જાય છે. અને રસ્કિનનાં પુસ્તકો વાંચતાં તેમાં એવા ગરકાવ થઈ જાય છે કે તે વેળા લાગે છે કે આમાંથી સૂઝતા વિચારો બેઠા બેઠા લખી કાઢીએ.

. . .ની તબિયતના સમાચાર લેવા મને સુપરિન્ટેન્ડન્ટની પરવાનગી મેળવીને મોકલ્યો. તેને દસ્ત નથી થયો સાંભળીને તેને માટે લેવાના ઇલાજ વિષે તુરત જેલરને કાગળ લખ્યો.

१७-४-'३२ કાલે બાપુના લોભની વાત કરી હતી. આજે ડૉકટરનું કહેવું માનવાના હેતુથી એટલે કે ડાબા હાથની કોણીના હાડકાને આરામ આપવાની એની સલાહ માનવાના હેતુથી -નવી જ યુક્તિ કાઢી. બારડોલીમાં બનેલ ‘ ચરવડા ચક્ર' એવા છે કે જેની ત્રાક ઊલટાસુલટી ચડાવી શકાય. ડાબા હાથે આ રેંટિયે ચલાવી શકાય એવી રીતે એની ઉપર ત્રાક ઊલટી ચડાવીને એ રેટિયોં ચલાવવા માંડ્યો. આમાં આરામ મળવાનો કેટલો સંભવ હશે તે હું નથી સમજી શક્યો; કારણ ડાબા હાથે તાર ખેંચવાને બદલે ડાબે હાથ ચક્કર ચલાવે છે, અને જમણો તાર ખેંચે. બન્નેની ઉપર પડતી તાણ માત્ર અદલબદલ થાય. પણ બાપુએ તો એ પ્રયોગ શરૂ કર્યો. થોડી વાર તો તાર કાઢવો મુશ્કેલ પડ્યો. નાશિકમાં મારો જમણે હાથ બહુ દુ:ખતો હતો ત્યારે મેં’ આ યુક્તિ કરી જોઈ હતી. પણ હું એકે તાર કાઢી નહોતો શકયો, એટલે પડતી મૂકી હતી. પણ બાપુએ તો ચલાવ્યે જ રાખ્યું. કલાક દોઢેક તેના ઉપર પ્રયત્ન જારી રાખ્યો અને સાત પૂણી કાંતી. સાતમી પૂણીમાંથી તો હંમેશની જેમ તાર નીકળતા હતા. એટલે મને ખુશ થઈને કહે : “ જો, ૯પ તાર નીકળ્યા, એટલે મારા રોજના ૩૭૫ તો પૂરા થયા, કારણ ગઈ કાલના ૨૮૨ વધેલા છે.” મેં કહ્યું : “ બાપુ, આમાં આરામ તો જ

૧૦૩