પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

માનવું કે આપણી કલ્પનાના રામે એ વિલાપ ન જ કર્યો હોય.” એક બહેને લખ્યું : “ મારું અપાર આળસ કબૂલ કરવું જોઈએ. મારાથી રાજનીશી નથી જ લખાતી.” જવાબ : “ તેમાં આળસ જ કારણ નથી. તેમાં સીધી વાત લખવી કઠણ છે. લખી જોજે.” વાળ રાખવા ન રાખવા તે વિષે આશ્રમની છેકરીઓએ ઠીક ચર્ચા ચલાવી. તેમને ઉત્તર મળ્યા : * વાળ કાપવાથી તેની સંભાળ રાખવાને સમય બચે; તેલ કાંસકી વગેરેનું ખર્ચ બચે. વાળમાં શભા રહેલી છે એ વહેમ ટળે, વાળ કાઢવાથી માથું સાફ રહે, સ્ત્રીને એ બ્રહ્મચર્યની નિશાની છે. છોકરીઓ અને સ્ત્રીઓ વાળ કપાવે એટલે એ વૈધવ્યની નિશાની ગણાતું અટકે. બીજા પણ ફાયદા વિચારી શકાય, પણ હાલ તે આટલા બસ થશે ના ?” કવિઓએ કાયલના એલવાના સમય વિષે કેટલી ચર્ચા કરી છે ? અહી' દરરોજ સવારે ચાર વાગ્યે સાંભળીએ છીએ, સાબરમતીમાં કેટલીક વાર સાંભળતા હતા. આજે તો રાત્રે ૧૦-૧૫ વાગ્યે એના ટહુકાર સંભળાઈ રહ્યો છે. કાકાસાહેબ વિષે ડંઈ લે સારો જવાબ આપ્યો. “ હું તુરત લખું છું અને આ અઠવાડિયામાં જવાબ આવા જ જોઈ એ. વળી હું થોડા સમયમાં જ ત્યાં જવા ધારું છું એટલે ત્યાંથી તમને નજરે જોયેલી હકીકત આપીશ.” એ માણસની સારમાણસાઈ સ્પષ્ટ દેખાઈ આવે છે. કેટલીક વાર બાપુની મીઠી ટકોર સરદાર ઉપર પણ ચાલે ખરી. સવારે નવ વાગ્યે બાપુ સાડા અને લીંબુ લે છે. આ પીણું ૨૬-૪-'૩૨ સરદાર તૈયાર કરવાના. બાપુનું સ્વાભાવિક ચખલિયા પણું ઝીણી ભૂલે ભાળી જાય.' અને સરદારને કહે : તમને નોસંગના એક કાર્ડ આપવાની જરૂર ખરી ? જુઓની ચમચો તમે ઉપરથી પકડવાને બદલે એક એના માં આગળ પકડન્યો. એ આખા ચમચા ગ્લાસમાં ફરવાનો. એટલે એને ત્યાં હાથ અડાડાય જ નહીં. વળી તમારું માં વગેરે જે રૂમાલે લુછાય છે તે રૂમાલે એ ચમચા સાફ કર્યો. એ પણ ન બનવું જોઈએ. તમને ખબર છે ને કે કોઈ નસ ઑપરેશન રૂમમાં કશી વસ્તુને હાથે ન અડી શકે ? બધું સાણસીએ જ લેવાનું. હાથે લે તો એને. રજા મળે. એ જ ચાખચાખ આપણે જાળવવા જેવી છે. ગ્લાસ પીને એમ ને એમ ઊંધા વળાય જ નહીં. એ ધાવાતા હશે એવી આશામાં ઊંધા વાળતા હો તો તમને કહું છું કે ઘણી વાર એ નથી લેવાતા.” ૧૨૦ Gandhi Heritage Portal