પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અને તે આપણને એટલે સુધી લઈ જાય છે કે મનુષ્ય અનશન લઈને સમાધિસ્થ થઈ બેસી જવું જોઈ એ. આવા વિચારમાંથી જ સન્યાસની કલ્પના પેદા થઈ હોય એમ લાગે છે. પણ જેને આપણે સંન્યાસરૂપે એાળખીએ છીએ એ પણ બુદ્ધિવાદમાં ઊતરતાં અધૂરા જ સિદ્ધ થશે. એટલે છેવટે અનશન ઉપર જઈને ઊભવું પડે. આમ મનુષ્ય નથી કરી શકતા અને કરવા જાય તેાય તેનું મન તે અનેક દુનિયાએ રચતું હશે એ સંભવ છે. આવી વિચારશ્રેણીમાંથી ગીતાની ઉત્પત્તિ થઈ છે એમ મને લાગે છે. અને ગીતાએ એક તરફથી આપણને જીવનના આદર્શ બતાવ્યા અને બીજી તરફ એ આદર્શ તરફ જતાં જતાં જીવન કેવી રીતે વ્યતીત કરવું જોઈએ એ બતાવ્યું અને તે એક વાક્યમાં આ છે :* આદર્શને ધ્યાનમાં રાખતાં જે કર્તવ્ય સામે આવે તે યથાર્થ કર્યો જવું, અને કુળની ઈચ્છા ન કરવી.’ એ રીતે વર્તતાં આશ્રમમાં જે કોયડાઓ આવી પડે છે તેનો ઉકેલ થાય છે. ચારને, આવે ત્યારે આશ્રમમાં બેસાડી શકતા હાઈ એ તો એસાડી દઈ એ, પણ આપણામાં એ શક્તિ નથી આવી એમ નમ્રપણે કબૂલ કરીને આપણને છાજે તેવું નિવારણ કરીએ છીએ. ઢોર વગેરે પશુ આવે, જતુએ પાક ખાઈ જાય તેને સારુ આપણને શુદ્ધ અહિંસક માર્ગ નથી જડવ્યા. એટલે કેટલીક હિંસા પોતાનું પામરપણું એાળખીને અનિવાર્ય સમજી કરીએ છીએ. સાદ પાડીને કે લાકડી મારીને ઢોરને કાઢવું, કાંકરે મારવાનો દેખાવ કરી અથવા કાંકરી ફેકી પક્ષીના હૃદયમાં ભય પેદા કરવા, હળ ફેરવીને કે બીજી રીતે જંતુઓનો નાશ કરવો, સર્પાદિને ઝાલીને ભગાડવા, અથવા મારવાની પણ છૂટ રાખવી એ બધું વિપરીત છેએ હું જાણું છું. પણ આશ્રમ અથવા આશ્રમવાસી સંપૂર્ણતાને નથી પહોંચ્યા, એટલે આવી વસ્તુઓ વિપરીત હોવા છતાં પણ કરે છે, કેમ કે તેમાંથી જ મોક્ષને માગ જડે એમ છે. પ્રવૃત્તિમાત્ર બંધ કરીને બેસી જવું એ આ વિપરીત વસ્તુના કરવા કરતાં પણ વધારે છેટું છે એ વિશે મને શંકા નથી. અને તેથી જ ગીતાકારે કર્યું છે કે, પ્રવૃત્તિમાત્ર અગ્નિની પાછળ ધુમાડાના દોષ રહ્યો છે તેમ કંઈક દોષથી ખરડાયેલી છે જ. એમ સમજીને મનુષ્ય નમ્ર બને, અને પોતાને નસીબે આવેલા કર્તવ્યનું પાલન સેવાભાવથી કરે, અને સમજે કે જે કાંઈ પરિણામ આવશે તેમાં પોતે તો પરમામાના હાથમાં નિમિત્તમાત્ર છે.” પંડિતજીએ પ્રશ્ન પૂછયો હતો : ૬% ૬ સત્ય એ જ ઈશ્વર છે' એમ તમે વારંવાર કહે છે, તો એ તમને, મિથેન વાત્રા સચયાપતિ મુF વાંચીને સૂઝયું કે સ્વતંત્ર રીતે ? ” બાપુએ નિખાલસ રીતે જવાબ ૧૪૩ Gandhi Heritage Portal