પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કે આપણી ભૂતકાળની માન્યતા ખોટી હતી તો તેથી પણ દિલગીર થવાનું કશું કારણ નથી. કારણ પૂણે સત્યની નજીક જવાનો પ્રયત્ન કરવામાં આપણે વખતેવખત સાપેક્ષ સત્યથી સંતોષ માનીને જ ચાલવું પડશે. આપણે તો સાપેક્ષને તેની દરેક અવસ્થાએ પૂણેના જેવું જ માનીને ચાલીએ. આ જાતનો વિશ્વાસ જે આપણામાં ન હોય તે આપણે પ્રગતિ ન કરી શકીએ એ સહેજે સિદ્ધ કરી બતાવાય એમ છે. અલબત્ત, આપણા મુદ્દાના ખરાપણા વિષે આપણા દિલમાં લેરા પણ શુ કો હાય ત્યાં આપણી ભાષા સાવધપણાની હશે અને નિશ્ચયાત્મક નહીં હોય. પ્રસ્તુત મુદ્દામાં તો પ્રયોગ કરનારનો હેતુ ગમે તેટલા સારા હાય તોપણ મારે મતે એના પ્રદર્શનનો બચાવ થઈ શકે એમ નથી. વળી આવાં પ્રદર્શનમાં હાજરી આપવાનાં પરિણામ કેવાં આવે તેના વિચાર કરવાની પ્રેક્ષકા તી જ ન લે તેના પણ બચાવ થઈ શકે એમ નથી. પરંતુ હું આગળ ન લ બાવું. તમારા કાગળમાં તમે જે ખુલાસો આપ્યો છે તે સાથે હું સંમત થઈ શકતો નથી, એટલે તમારી વિચારણા માટે મારી દલીલ તમારી આગળ રજૂ આજે ઉદુમાંથી વાંચતાં કહે : ** આમાં ઝેર રેડવાનું બાકી નથી રાખ્યું. આ ચાપડી સરકારે હિંદુ-મુસ્લિમ અણબનાવના જમાના પહેલાં મંજૂર રાખેલી અને એ ચાપડીએ ઉપર આજના મુસલમાન જુવાન ઊછર્યા અને મોટા થયા.” અંગ્રેજોને વિષે કહેતાં કહે : ૬નહીં, એ લેકે નબળાં પડ્યા વિના તમે એવા નથી. એ તો એમની ખાસિયત છે. માંહોમાંહે લડતા હોય કે બીજાની સાથે લડતા હોય, તોપણ જ્યાં સુધી સબળા હોય ત્યાં સુધી જરાય નમતું જ ન આપે. માત્ર નબળા પડવા લાગ્યા છે એમ લાગે ત્યારે જ એ નમવાના.” વલ્લભભાઈ ને પાકીટા બનાવતા, અનેક વસ્તુઓ સુધરતા અને બીજા અનેક કિસ્સાઓ કરતા જોઈને કહે છે : “ સ્વરાજમાં તમને શેનું દફતર આપવું ? 'વલ્લભભાઈ કહે : * સ્વરાજમાં હું લઈશ ચીપો અને તૂમડી !” બાપુ કહે : “ દાસ અને મોતીલાલજી પોતાના હોદ્દા ગણતા અને મહમદઅલીએ અને શૌકતઅલીએ પોતાને કેળવણી મંત્રી અને સર સેનાપતિ તરીકે ગણાવ્યા હતા. લાજમાં રહ્યા લાજમાં કે સ્વરાજ ન આવ્યું અને કશું ન થયા.” ૧૭૮ Gandhi Heritage Portal