પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે સવારે મેજર મહેતા બાપુ નાહવા જતા હતા ત્યાં આવ્યા. બાપુને પૂછે : “ તમે નાહવામાં સાબુ વાપરે છે કે ?” ૨૬-૬-૩૨ બાપુ કહું : ““ ના, ગરમ પાણી વાપરું છું એટલે - સાબુની શી જરૂર ? ” એ માણસને બહુ અસર થઈ. વાહ ! વાહ ! સ્પેનના મધ્ય ભાગ એવો છે કે જ્યાં સાબુ કાઈ જાણતું નથી અને ત્યાં ખરી સુંવાળી ચામડીવાળાં સ્ત્રીપુરુષો જોવાનાં મળે છે. સાબુએ ચામડી તતડી જાય છે. માત્ર હાથ ધરવાને માટે સાબુ જોઈ એ ખરો.” વળી ઇટલીની વાત કરવા લાગ્યા. : નેપલ્સ બહુ મેલું, મુંબઈ એનાં કરતાં ચાખુ” વગેરે. બાપુને પૂછયું કે “ તમે મુસોલિનીને મળ્યા હતા કે ? બહુ ધ્યાન ખે ચે એવું વ્યક્તિત્વ ખરું કે ની ? ” બાપુ કહે : “ હા, પણ ધાતકી માણસ. એવા ઘાતકીપણા ઉપર બંધાયેલું રાજ્ય કયાં સુધી ચાલે ?' મેજર કહે : ૬૪ એણે દેશને તો પાયમાલ થતો અટકાવ્યા.” બાપુ કહે : “ કાણ જાણે ક્યાં સુધી એ કહેવાય નહીં. એને જુલમ તો ભયંકર છે. એણે ખૂનો પણ કરાવ્યાં છે એ વિષે ઢગલા પુરાવા પ્રાસર સામીનીએ છાપ્યા છે.” મેજર કહે : “ તેાયે સુંદર વ્યક્તિત્વ.” મેં કહ્યું : “ હા, જેમ વાઘનું રૂપ સુંદર કહેવાય તેમ એના વ્યક્તિત્વને ભલે સુંદર કહો.” એટલે મેજર કહે: સાચું’. જેમ પ્રાણી વધારે વિકરાળ તેમ એ દેખાવે વધારે સુંદર હોય છે.” આજે બાપુએ પોતાને માટે એક ખાદીના કટ કે કાપીને એ ટુવાલ. બનાવ્યા. દોઢ ફૂટ લાંબા અને એક ફૂટ પહોળા અને તેના છેડા ઉપર બખિયા દેતાં દેતાં બે કલાક કાગળો લખાવ્યા. ભિખારીઓને વિશે આશ્રમની શી વૃત્તિ છે એ લંબાણથી સમજાવનાર અને ડેરીને આપણે કેવી રીતે ચલાવવા માગીએ છીએ એ સમજાવનારા એક લાંબો ક્રાગળ ટાઈટસને લખ્યા. છકડદાસ જેણે મહા મહેનત કરીને અતિશય વ્યવસ્થિત કરીને તૈયાર કરેલી, સમાન માપ અને વજનની સુટ અને ઘાટીલી પૂણીઓનાં પુષ્કળ બંડલ અને પોતાનું સુંદર સુતર માકહ્યું છે તેને ધન્યવાદને અને સૂચનાઓને લાંબા કાગળ લખાવ્યા. એ માણસ કાપડના વેપારી છે. પંણ પોતાનું પીંજે છે, પૂણીએ બનાવે છે. છોકરીએ, અને કપાસ પણ ઘરમાં જ પીલે છે અને બે કલાક કાંતે છે અને સાત કલાક દુકાને બેસે છે. આવાં કુટુંબ એ આ હિલચાલતા અદૃશ્ય ફાલ છે. અને એ અડગ શ્રદ્ધાના અનુપમ નમૂના છે. પ્રીવાએ હારને જવાબ ' ટાઈમ્સ'માં લખ્યા છે. બાપુ કહે : “ બહુ ગૌરવપૂર્ણ કાગળ કહેવાય અને ‘ટાઈમ્સ' છાપ છે એ જ બતાવે છે કે ‘ટાઈમ્સ'ને પોતાને પણ સેમ્યુઅલ હારનું વર્ણન પસંદ નથી પડયું. એ ૧૭૬ Gandhi Heritage Portal