પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાળકો અનેક પ્રકારના સવાલ પૂછે છે : “ હાથે વાસણ માંજવાં અને પાયખાનાં સાફ કરવાં એમાં સેવા શી રીતે થઈ ?” એને લખ્યું: ૪ બરતન માંજવાનું અને પાયખાનાં સાફ કરવાનું કામ સામાન્યપણે નથી ગમતું, તેથી અમુક કામ પાસે કરાવાય છે. આ દોષ છે. તેથી જે પરોપકાર વૃત્તિથી આ કામ કરે છે તે સેવા કરે છે.” - એક બાળકી લખે છે : “ તમે બિલાડીનાં બચ્ચાંને આટલાં રમાડો અને ખેાળામાં બેસાડે, હું પણ બિલાડી જન્મી હોત તો કેવું સારું ?” બાપુએ એને લખ્યું : ** બિલાડીનાં બચ્ચાં મારા માળામાં બેસે છે તેમ બાળકે પણ બેસે છે. બિલાડીને બુદ્ધિ નથી. આપણને બુદ્ધિ છે એટલે બિલાડીના જન્મ ઇચ્છવા જે તે ન જ કહેવાય.” પરગજુ પુંજાભાઈ (જે આપને "પ્રભુ માને છે અને હે પ્રભુ (૩) કરીને સબવે છે) તેમને લખ્યું : “ તમને તો ઘણુંય લખતાં આવડે છે. તમે જન્મ સફળ કર્યો છે. જેનું મન પરોપકારમાં રમ્યાં કરે છે ને જે છેવટ લગી એવી સ્થિતિમાં નભે છે તેના જન્મ સફળ થયા છે. પાછો તમે ઊ ધી ગયા હતા એમ નારણદાસ કહે છે. એમ કરતાં કોઈ વાર પૂરી નિદ્રા આવશે. આવે ત્યારે વધાવી લેજો.” એક ભાઈ જેમને બહુ ધાર્મિક વાચનની અને વધારે પડતા વિચાર કરવાની ટેવ છે તેને બાપુએ લખ્યું : “ તમને આશ્ચર્ય થશે કે હાલ વાચનમાં રાયચંદભાઈ અને ગીતાજીને પણ છોડવાની મારી ભલામણ છે. પ્રાર્થના વખતે ગીતાજી અને ભજન આવે તે સમજાય તેટલું મનન કરવું. આ સંયમ કઠિન છે પણ તમે તેની ચમત્કારી અસર જોશે. અત્યારે તો તમારું વાચન તમારું કામ લાગે છે. નવરાશ હોય ત્યારે જે ગમે તે ઉપાગી કામ લઈ લેજો, તર્કો માત્ર ડો. * મારે એક ડગલું બસ થાય ' નો એ જ અર્થ છે. જે સાધન બંધન થઈ જાય તે છોડવું', વર્તમાનપત્ર ભલે વાંચે. ” - એક બાળકી પૂછે છે : “ ભૂલની માફી માગતાં તે હોંશ થતી હશે ? શરમ ન લાગે? છતાં તમે કેમ કહો છો કે શરમ ન લાગવી જોઈએ ?” આપુએ લખ્યું : “ ભૂલ નઠારું કામ છે તેથી તેની શરમ, ભૂલની માફી માગવી એ સારું કામ છે એટલે તેમાં શરમ શેની? માફી માગવાનો અર્થ ફરી ભૂલ ન કરવાનો નિશ્ચય. એ નિશ્ચય થાય એટલે તેમાં શરમ શાને સારુ ? આ સમજાયુ ? સત્ય અને અહિંસાની તુલના શી કરવી? પણ કરવી જ પડે તો હું કહું કે સત્ય અહિંસાથી પણ ચઢે. કેમ કે અસત્ય એ પણ હિંસા છે. જેને સત્ય પ્રિય છે તે તો અહિંસા ઉપર કોઈ દિવસ જવાના જ.” ૨ ૩૩

Gandhi Heritage Portal

૨૩૩