પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આચરી શકે, તે જ સત્યાથી ગણાય. વેપારમાં જૂ ટુ બોલવાની કોઈને ફરજ નથી પડતી, નથી પડતી નોકરીમાં. જ્યાં ફરજ પડે છે એમ લાગે ત્યાં ન જઈ એ, પછી ભલે ભૂખે મરી જઈ એ.” નાનાભાઈ મશરૂવાળાને લખ્યું : “ સુશીલા, સીતાના ત્યાં રહી જવાના સમાચારથી હું રાચતા હતા, એમ માનીને કે ત્યાં તે વધારે તંદુરસ્ત રહેશે, કોને ખબર શાથી રાચવું ને શાથી રોવું ? બન્ને મૂકી દઈ એ ! ” - વિલાયતમાં અમને મદદ કરનાર અનેક સ્ત્રીઓમાં લૅરી સાયર હતી. એને એક વાર કેન્સર હતું, પછી ક્ષય થયા, પણ એના જેવી આનંદી અને તેજસ્વી છોકરી મેં થોડી જ જોઈ છે. હૉરેસે લખ્યું કે ડોક્ટરોએ અભિપ્રાય આપ્યા છે કે એ બહુ દિવસની મહેમાન નથી એટલે એને કાગળ લખજે. બાપુએ તુરત એને કાગળ લખ્યો : "My dear Lauri, Prof. Horace Alexander reminds me of your existence and tells me how weak you are. Of course I remember you perfectly. Weak in body you may be, but the very first time I met you I saw how strong you were in will. And if God wants more service from you in your present existence, He will give you sufficient strength of body. For those who have faith in God, life and death are alike. 'Ours is to serve till the last breath. Do write to me when you can. Love from Mahadeo. Yours Bapu "P.S. I write nothing about ourselves as you must know all there is to know. * પ્રિય લેરી, - કૈા. હીરેસ અલેકઝાન્ડર મને તારી યાદ આપે છે અને કહે છે કે તું બહુ બીમાર છે. તને હું જરાયે ભૂલ્યો નથી. તે શરીરે નબળી હશે પણ તને જોઈ ત્યારથી જ હું જાણી શક્યો હતો કે મનથી તું બહુ જબરી છે. અને ઈશ્વરને તારા આ શરીરે સેવા કરાવવી હશે તો તને શરીરે પણ જબરી બનાવશે. જેમને ઈશ્વર ઉપર શ્રદ્ધા છે તેમને જીવન અને મરણ સરખાં છે. આપણી ફરજ તો છેઃલા શ્વાસ સુધી સેવા કરવાની છે. તે લખી શકે ત્યારે જરૂર લખજે. મહાદેવ તરફથી યાર. બાપુના આશીર્વાદ તા. ક. અમારે વિષે હું કશું લખતો નથી. જાણવા જેવું તો બધું જાણતી જ હશે.” ૨૩૨

Gandhi Heritage Portal

૨૩૨