પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પણ મને તો એ જ જોઈએ. ” ટૅમસ : ૬૮ એ તો ગગનવિહાર છે. અને એને માટે તે અક્કસ મુદત સુધી રોકાવું જોઈએ.” બાપુ : ** હું ગમે ત્યાં સુધી રોકાવા તૈયાર છું.” ટેમસ : “ પણ તે તો આજે અધી રોટી અપાય છે તે કેમ ન લે ? ” બાપુ : ‘ જરૂર લઉં', જે મને ખાતરી હોય કે એ રેટી છે. પણ એ રોટી ન હોય અને ધૂળ કે પથ્થર હોય તો એ શી રીતે લઉં ? એના કરતાં સાચા રોટલાની રાહ ન જોયા કરું ? ” મેજર ડ્રાઈલ બાપુને દાંતનું ચોકઠું પહેરી રાખવાની ભલામણ કરી ગયા. કહે કે એક વાર પેઢાને ખેરાક ચાવવાની ટેવ પડી જાય છે. પછી તે દાંતનું એકઠું લેતાં નથી. જતાં જતાં ટૌમસે વહેલભભાઈની સાથે હાથ મિલાવ્યા અને મારી સાથે મેળવ્યા. મારી સાથે રેંટિયા વિષે વાત કરી. એનું અજ્ઞાન એટલે કે પૂછયું કે “૬૦ વાર સૂતરમાંથી એક કટ થાય ?” મેં કહ્યું : * ૧૮ ૦ ૦૦ વારમાંથી એક છેતી થાય.” ત્યારે કહે : ** એહી, ત્યારે તો તું ૧૮ દિવસ કાંતે ત્યારે એક ધાતી જેટલું કાંતે. એમ જ ના ? એ તે ભારે ખોટનો ધંધા.” મેં કહ્યું : “ એ નવરાશનું કામ છે. મુખ્ય ધંધા તરીકે એની વાત જ નથી.” ત્યારે કહે : “ એ કંટાળાભરેલું તો લાગતું જ હશે.” મેં કહ્યું : “ ના, એ તો આસાએશ છે. આ દિવસ વાંચીલખીને કંટાળ્યા પછી એમાંથી ચિત્ત કાઢીને આમાં ફેરવવાથી ચિત્તને આરામ મળે.” એ કહે : “ આરામ શેના મળે ? એ તો યાંત્રિક કામ છે. આરામ તો બ્રિજ કે એવું કાંઈ રમે છે તેથી મળે. ” પણ એને બિચારાને શેની ખબર કે બ્રિજમાંથી કદાચ એ હજાર કમાય કે ગુમાવે પણ ગરીબના ગજવામાં એકે પૈસા ન જાય ? - બાપુ આજે મેરાર પટેલ (સ્યાદલાવાળા)ને મળ્યા. એણે વલભભાઈને સ દેશ મે કહ્યું કે બારડોલી લાજ નહીં ખુએ. આમાં પડયા છીએ એમાં કેટલાક તો ખુવાર થઈ શું જ, ડો. ફાટકે (સતારાના) બિચારાએ કહ્યું : “ મારે તો કાંઈ કહેવાનું નથી, પણ અમને ઘંટીનું કામ એટલું બધું આપે છે કે ૭થી ૩ વાગ્યા સુધી અમને નવરાશ જ નથી મળતી.” e હમણાં જ જાણ્યું કે આ લાકે મળવા આવે છે ત્યારે બાપુ ભાંય ઉપર બેસે છે, કારણ પેલાઓને માટે ખુરશી નથી મુકાતી એટલે બાપુ પણ નીચે બેસે ને? તયબજી ડાસાને દાંત ખરા છે કે બેટા એ વાત નીકળતાં બાપુ કહે : “ એ તો પંજાબમાં પણ મરણતોલ થયા હતા ને ! મને બોલાવીને વીલ પણ કરેલું. બેત્રણ દિવસમાં પાછા સાજા થઈને કામે વળગેલા, પણ ૨પર

Gandhi Heritage Portal

૨૫૨