પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

  • ત્યારે શું હિંદીએ સર્વે મતામાંથી સાર ગ્રહણ કરનારા છે ? ના, ના, એવા તો તેઓ નથી જ. બુદ્ધિવાદીઓથી તો તેએા ઊલટા જ છે. તેમની ખૂબી તો એ છે કે આધ્યાત્મિક સત્યે કોઈ પણ એક દશનમાં પૂરેપૂરાં મૂર્તિમંત થઈ શકે એવું માની લેવાના વડેમમાં તેઓ ફસાયેલા નથી. તેઓ જાણે છે કે પરમ સત્યને નિJય કોઈ એક દૃષ્ટિએ થઈ શકે જ નહીં. જે થઈ શકતો હોય તોપણ તે અનેક દૃષ્ટિએ જ થઈ શકે. અદ્વૈત અને દૈત એકબીજાનાં વિરોધી છે એમ કહેવાનો એટલો જ અર્થ છે કે અંગ્રેજી માપપદ્ધતિ અને દશક માપપદ્ધતિ એકબીજાની વિરોધી છે.”

ઈશુ અને બુદ્ધિને વિષે કેટલાક ભાગ બહુ સુંદર લખાયેલો છે : "The reason for their significance is that the word in them did not remain the word, but became flesh; and that is the utmost which can be attained. To appear wise nothing is needed but the actor's talent; to be wise in the ordinary sense, it only requires a prominent mind. Before a man turns into a Buddha, the highest which he has recognized must have become the central propelling force of his whole life, must have gained the power of direct control over matter.

    • તેમના મહત્ત્વનું કારણ એક જ છે કે ઉપદેશને તેએાએ કેવળ વાણીમાં નથી રાખ્યા પણ આચારમાં મૂકવ્યો છે. એના કરતાં વધુ સિદ્ધ શી હોઈ શકે ? જ્ઞાની દેખાવાને માટે કેવળ બુદ્ધિની જરૂર છે. માણસમાં આગળ પડતી બુદ્ધિ હોય તો તે સામાન્ય અર્થમાં નાની ગણાય. પણ બુદ્ધ થવાને માટે તે પોતે જે ઊંચામાં ઊંચી વસ્તુનો સાક્ષાત્કાર કર્યો હોય તે તેના આખા જીવનનું મુખ્ય અને પ્રેરક બળ બની જવું જોઈએ. સ્થૂળ અથવા જડ વસ્તુઓ ઉપર સીધો કાબૂ રાખવાની તેનામાં શક્તિ આવી ગઈ હોવી જોઈએ.”

આ દેશની બ્રહ્મવિદ્યા આપવાની રીત : "The disciple is to sink himself, as it were, into the phrase { ગુમ વ) until it has · taken possession of his soul. He has to reach a new level of consciousness."

  • ગુમંત્ર જ્યાં સુધી પોતાના આત્માને કબુજો ન લઈ લે ત્યાં સુધી શિષ્ય એ ગુરુમંત્રમાં લીન થઈ જવું જોઈએ. જ્ઞાનની નવી જ ભૂમિકા ઉપર તેણે પહોંચવાનું છે.”

૩૦૮

Gandhi Heritage Portal

૩૦૮