પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છે. એ શ્લેક અને એ પછીના વિચારી જજો. એટલે આ કાગળ ઉપર વધારે અજવાળું પડશે.' - ગાંધી કુટુંબ પાસેથી તમે શી આશા રાખે? એ સવાલના જવાબમાં : {ગાંધી કુટુંબની પાસેથી મારી આશા છે કે બધાં સેવાકાર્યમાં જ રોકાય, બને તેટલા સંયમ પાળે, ધનને લાભ છોડી દે. વિવાહનો વિચાર છેડે, વિવાહિત હોય તે પણ બ્રહ્મચર્ય પાળે, સેવામાંથી પિતાની આજીવિકા મેળવે. સેવાક્ષેત્ર એવું વિશાળ છે કે તેમાં અસંખ્ય સ્ત્રીપુરુષ સમાઈ જાય. આટલામાં બધું આવ્યું કે ? હૌનિ મૈને હવે ગપોલા હાંકવા માંડયા છે. બાપુ કહે : “ એ હોનિમેનની બીજી બાજુ છે.” “ફી પ્રેસ' કહે છે કે ગાંધી ૮-૮-'૩ ૨. અને વાઇસરોય વચ્ચે પત્રવ્યવહાર ચાલે છે. તેને એ. પી. આઈ. જૂઠાણું કહે છે. અને ‘ક્રોનિકલ’ એ મેટા અક્ષરોમાં છાપે છે, જાણે એ પોતે એ ગુનામાંથી મુક્ત હોય ! ‘ક્રોનિકલ’નાં ત્રણ ફેલમ ભરીને એક લેખ લખ્યા છે તેમાં જબરદસ્ત ભાષાડંબરથી ખબર આપી છે કે અમે જેને વિશ્વાસપાત્ર માનીએ છીએ એને ઠેકાણેથી પાયાદાર ખબર મળી છે કે વાહાત્મા ગાંધીને છાડવામાં આવે તો આશ્ચર્ય ન થાય ! પછી સેમ્યુઅલ હાર સાથે પત્રવ્યવહાર વિષે એને કાગળ મળ્યા છે તેની વાત બલકે એ કાગળમાંથી ઉતારા – અને તેની ઉપર ટીકા. ગપીને ઘેર ગપી આવ્યા, આવો ગપીજી-બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી ! બાપુ મારા ફ્રેંચ અભ્યાસને ઉલ્લેખ કરીને લખે છે : “ એના લાભ કાંઈ પાર નથી.” પણ પોતે ઉદૃના અભ્યાસ, નાણાશાસ્ત્રના 3-૮-'૩૨ અભ્યાસ, ખગાળના અભ્યાસની લાયબ્રેરી ભેગી કરી રહ્યા છે. આજે અકબર હૈદરીને કાગળ લખ્યું કે ઇસ્લામિયા યુનિવર્સિટીનાં ચૂંટેલાં પ્રકાશનો મને મોકલો. બિરલા પાસે અનેક કર સી કમિશનના રિપોર્ટો મંગાવ્યા, અને ઉપનિષદમાં ઈશાપનિષદના ઊડે અભ્યાસ કરવા માંડયો છે. એટલે અનેક જણનાં ભાગ્યે વાંચવા માંડવ્યાં છે. મહાભારતમાં માનસશાસ્ત્રના ઊંડા અભ્યાસ ઉપર રચાયેલું નીતિશાસ્ત્ર જેવું મળી આવે છે તેવું બીજે ક્યાંય નથી મળતું. ૨ ૦–૮-'૩ ૨ સત્યની અનેક વ્યાખ્યાઓ છે, અને વર્ણન છે; પણ આ એક લેાકમાં સત્યની વ્યાખ્યા અને અસત્યની ગર્ઘતા ૩૫૪

Gandhi Heritage Portal

૩૫૪