પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નથી, સપ્રને બંધારણ મળે તે કામી પ્રશ્નનું ગમે તે થાય તેની પરવા નથી. માત્ર વલ્લભભાઈના દુ:ખનો પાર નથી. એ કહે છે કે : “ મને હંમેશાં લિબરલાનું આમ જ લાગ્યું છે. કયારે એ લેકે શું કરશે એ કહેવાય જ નહીં. ડહાપણના ઈજારા એ લોકેાના જ. આજે બ્રિટિશની સાફ દાનત એ લોકોને દેખાય છે, જ્યારે દેશમાં કાઈને સાફ દાનત દેખાતી નથી. એનું કારણ છે. હજી એમને પોતાનું ખોયેલું સ્વમાન મેળવવું છે. નહી તો પછી એમને ઊભા રહેવાનું રહ્યું નહીં ના !” મેં કહ્યું : “ એ લોકો તે બાપુનું પગલું વખોડી કાઢવામાં સરકાર સાથે ભેળવાના.” વલ્લભભાઈ : ૬ પણ શું થાય ? બાપુની રીત કઢંગી છે. બાપુએ આ પગલા વિષે શાસ્ત્રી જેવાને પણ વાત કરી હોત તો સારું હતું. કોણ એમ ધારે કે આવું પગલું બાપુ લેશે ? દેશમાં કોઈ પણ જણ આ પગલાની કલ્પના કરે એમ હું માનતો નથી.” આજના અભિપ્રાય વાંચીને બાપુ કહે : “ દેશમાં તો શાંતિ જ થઈ જવાની. થોડા દહાડા બાલશે અને પછી ચૂપ. બાકી મારા ઉપવાસ પછી ખળભળાટ થાય તો કોણ જાણે? અને શાંતિ થાય તેમાં શી નવાઈ ? લાકે બિચારા થાકેલા છે. માત્ર આપણને થાક નથી. એટલે અહીં બેઠા બેઠા ઝીણું કાંત્યાં કરીએ છીએ.” - બાજરીના રોટલે શરૂ કર્યો તેની અસરની વાત કરતાં કહે : * મેં એની સાથે દૂધ કોઈ દિવસ લીધું નથી, એટલે કહી નથી શકતા. પણ જોશું, એનો અખતરા કરશું.” મેં કહ્યું : “ હવે અખતરા કરીને કચ સુધી કરવાના ? ૨૦મી સપ્ટેમ્બર સુધી છે.” બાપુ કહે : “ મને તો એને વિચાર નથી આવતા. હું તો એ દિવસ આવશે ત્યારે જ વિચાર કરીશ. ત્યાં સુધી અખતરા કર્યા જ કરવાના.” મેં કહ્યું : “ૐ અમે શાંત રહી નથી શકતા.” બાપુ કહે : “ એ હું જાણું છું. પણ હું શાંત ન રહી શકતો હોઉં તો મરી જ જઉં ના ! e સુપરિન્ટેન્ડન્ટ આવીને કહે: ‘6 આટલું બધું ઉગ્ર પગલું ?” બાપુ કહે : ૮૮ ટકા નહોતા.” કદાચ હારે બ્રિટિશ પ્રધાનમંડળને ખબર પણ ન આપી હોય, એવી શંકા એણે કરી. બાપુ કહે : “ હું માનું છું કે આપી હશે. પણ તમારી શકા બરાબર છે, એ એવો માણસ છે ખરો કે ન આપે. અને ખબર પડે તો એ કહે કે, આવી ધૂળ જેવી બાબત ઉપર જે માણસ મરવાને તૈયાર થયા છે તેની વાતથી કેબિનેટને શી તકલીફ આપવી ? પણ મને લાગે છે કે એણે ખબર ન આપી હોય તો એને પિતાની આખ

Gandhi Heritage Portal

૩૬૯