પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કારકિર્દી અને આબરૂ ખાવી પડે.” સુપરિન્ટેન્ડન્ટ : ‘ આની અસર એ લોકો ઉપર શી થશે ? અડી' શું થશે ? બાપુ : “ કાંઈ યે ન થાય ! બધા અંત્યજો સંયુક્ત મતમંડળ માગે તોપણ એ લોકો કહી શકે છે કે સકાઓ થયાં કચડાયેલી લઘુમતી છે તેને આ બાબતમાં ન્યાય શેમાં રહેલા છે તેનો અમે જ નિર્ણય કરી શકીએ. એમાં એને કચડનારાઓને શી ખબર પડે ? ” પછી બાપુએ કહ્યું: ‘‘ મારી જિંદગી જ આમ ગઈ છે. ૨૫ વર્ષ થયાં જે ધારણે આ જિંદગી ગઈ છે તે જિદગીનો કળશ આ અંતિમ પગલામાં છે. મને ખબર નહોતી કે આને માટે જિંદગીને ત્યાગ કરવા પડશે. પણ આ એક ભારે હેતુ છે. પછી કહે : ૮૬ આરંભ તો ખરું જોતાં ૫૦ વર્ષ ઉપર થયેલા, જ્યારે મેં બીડી પીવા માંડેલી અને લાગેલું કે આ ખોટું થાય છે અને કબુલ કરી લેવું જોઈએ. ત્યાર પછી ઉત્તરોત્તર સત્યની સમજ અને અમલમાં વિકાસ જ થતો આજે છે.” બપારે કલેકટર આવ્યા. તે કહે : આવો ચુકાદો ન આપે તો શું થાય ? કાંઈક નિરાકરણ તો કાઢવું જોઈ એ જ ના ! તદ્દન ન્યાય અને હુક ઉપર આવી બાબતમાં શી રીતે આગ્રહ રાખી શકાય ? ” બાપુ કહે : “ના, એ નિરાકરણ ગેરવાજબી ભલે હોય, પણ સર્વસંમત હોવું જોઈએ. આની પાછળ તે કશી સંમતિ નથી. વિલાયતમાં માગ્યું પણ એ લોકેાએ એ ન જોયું કે ત્યાં તે બાંધી લીધેલા અભિપ્રાયવાળી સભા પાસે એ નિરાકરણ માગતા હતા. તે ન મળી શકે.” પછી દલિત કામની વાત નીકળી. એ તો પૂનાના અ ય ઉપરથી જ અનુમાન બાંધતો હતો. આખરે કહે : * આ તે ખૂબ જ મૂર્ખાઈભરેલી અને પ્રજાતંત્રવિરોધી ગાદ્વણુ છે. પણ બીજી શકચ શું છે ? ” e સવારે બાપુ કહે : “ સત્યાગ્રહના નિયમ છે કે જયારે માણસની પાસે બીજી એકે સાધન ન રહે, બુદ્ધિ થાકીને બેસે ત્યારે એણે પોતાના શરીરને ત્યાગ કરવાનું અંતિમ પગલું લેવું, રાજપૂત સ્ત્રીએ શું કરતી હતી ? કમલાવતી જેને વિષે પેલે દિવસે આપણે વાંચતા હતા તેણે શું કર્યું ? શત્રુના હાથમાં જીવતા તો ન જ જવું એ નિશ્ચય એના હતા એટલે મૃત્યુના મુખમાં ધસી. આજે મને અને વલ્લભભાઈ ને કાઈ પણ રીતે આ ખબર બહાર પહોંચી જવા જોઈ એ એવા બહુ વાર વિચાર આવ્યા. ૨૦-૮-'૩ ૨. પણ બાપુના વચનને ભંગ કેમ થાય ? બાપુ તે વચન - આપીને બેઠા છે કે અમારા તરફથી તો આ વાત કયાંયે બહાર ન જાય, એટલે બાપુને શી રીતે બેવફા થઈ શકાય ? વલ્લભભાઈ ૩૭૦

Gandhi Heritage Portal

૩૭૦