પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગમે તેમ થયું હોય પણ જે સંઘે નીકળ્યા એ આ સર્વવ્યાપક નિયમને જ અનુસરીને જડવત બની ગયા, અને છેવટે આળસુ તરીકે પંકાયા. આજ પણ સિલેનમાં, બ્રહ્મદેશમાં, તિબેટમાં, બૌદ્ધ સાધુઓ જ્ઞાનહીન અને આળસનાં જ પૂતળાં જેવા જોવામાં આવે છે. હિંદુસ્તાનમાં પણ સંન્યાસીને નામે ઓળખાતા સાધુઓ દીપી નીકળતા જોવામાં નથી આવતા. એથી મને તો એમ લાગે છે જ કે ખરી અને શાશ્વત ચિત્તશુદ્ધિ માણસ કર્મ કરતો કરતો જ સાધી શકશે. વળી ગીતાનું વચન ટાંકવાનું મન થઈ જાય છે. ચેાથા અધ્યાયના અઢારમા શ્લોકનો અર્થ એ છે કે કર્મમાં જે અકર્મ અને અકર્મમાં જે કર્મ જુએ છે એ જ બુદ્ધિમાન છે, એ જ ચેાગી છે, એ જ પૂરો કમી છે. પણ આ તો મારા અનુભવની વાત મેં લખી. ગીતાના શ્લોકો ટાંકયા છે કેમ કે એમાં રહેલું શિક્ષણ મારા અનુભવમાં આવ્યું છે. મેં અનુભવથી પારખી ન જોયાં હોય એવાં શાસ્ત્રવચને હું ન ટાંકુ'. મારા અનુભવથી વિરોધી બીજાનો અનુભવ હોઈ શકે અને તેઓ ગીતામાંથી વિરેાધી વચન પણ કદાચ ટાંકી શકે. વળી હું જે શ્લોકો ટાંકુ છું એ જ શ્લોકાનો બીજો અર્થ કરીને પોતાના અનુભવના સમર્થનમાં બીજા ટાંકી શકે એ બધું સંભવે. તેથી મારા અનુભવના સ્વીકારને વિષે મને કોઈ જાતનો આગ્રહ હાય જ નહીં.” - ઉપવાસ વિષે કાંઈ શંકાઓ હોય તો પૂછવાનું બાપુએ કહ્યું. વલ્લભભાઈ કહે : “ બધું એ બનાવ બન્યા પછી સમજાઈ જશે; આજે ભલે નહીં સમજાતું હાય. અને આજે તમારી સાથે દલીલ કરીને શું કરવું ? જે થનાર તે થઈ ગયું. મારું કહ્યું માન્યું હોત તો આ ચુકાદો ન આવત. આ તો તમે એ કાગળ લખ્યા એટલે એવો ચુકાદો આપ્યો ! અહીંના બધા એવા છે કે કાઈ પણ રીતે તમે જાઓ તો છૂટીએ.” રાત્રે કાક વાર વરસાદ આવે ત્યારે ખાટલા ઉઠાવીને વરડામાં લાવવા ભારે પડે છે, એટલે બાપુએ મેજર પાસે હલકા ખાટલે માગ્યા. એ કહે કે કાથાની દેરીની ચારપાઈ છે, ચાલશે?” બાપુ કહે : “હા.” મેજર કહે : “ તમે કહો તો કાથાની દારી કાઢીને એના ઉપર પાટી ભરી આપીશ.” સાંજે ખાટલો આવ્યો. બાપુ કહે : ૮૮ એ મને ગમ્ય, આના ઉપર પાટી બંધાવવાની કશી જરૂર જ નથી, મારી પથારી આજે એના ઉપર કરજો.” વલ્લભભાઈ કહે : ** અરે શું ? એના ઉપર તે સુવાતું હશે ? ગાદલામાં કાથાના વાળ ઓછા છે જે કાથાની દોરી ઉપર સૂવું છે ? ” ૯૮૧

Gandhi Heritage Portal

૩૮૦