પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાંના જેવા પદ્ધતિસર કામ કરનારા અમલદારો, બરાબર પલોટાયેલા ટાઈપિસ્ટ, કાર્ડો ઉપરથી અનુક્રમણિકાઓ તૈયાર કરવામાં નિષ્ણાત અને બીજો આખો ઍક્સિ સ્ટાફ જેમની બાહોશીથી લડનનું તંત્ર નમૂનારૂપ ગણાય છે, તેઓને આમની કામ કરવાની ઢંગધડા વગરની ટેવો જોઈને શા ખ્યાલ આવે? રશિયામાં હું જેમ વધારે રહ્યો તેમ મારો એ વિચાર જે ઘણા વખતથી મારા મનમાં ઘોળાયાં કરતો હતો, તે સ્પષ્ટ થતો ગયો કે આપણે જેટલી ઉત્કટતાથી આ યુદ્ધ લડી રહ્યા છીએ તેટલી ઉત્કટતાથી બીજો કોઈ દેશ લડતો નથી. ઑફિસનું રોજબરોજનું કામ પણ ખાતાંની વ્યવસ્થાને અભાવે વખતોવખત પૂરેપૂરું થંભી જતું. દાખલા તરીકે એક વખત એવું બન્યું કે જે તારનાં દોરડાં પરથી આપણા તારો જતા તે દસ દિવસ સુધી બગડેલા રહ્યા. આ દસે દિવસ હું તો રોજ અનેકે તારો મોકલતો અને તે જતા નહીં; પણ શું બન્યું છે તે મને કહેવાનું પણ કોઈ ને સૂઝયું નહી. મને લંડનથી તાર ન મળવા માંડ્યા એટલે છેવટે મને ચિંતા થવા લાગી. તપાસ કરતાં મને માલૂમ પડવું કે તારખાતાના અધિકારીએ આ માહિતી અને એટલા જ માટે નહીં આપેલી કે મારા તાર જતા નથી એવી મને ખબર પડે તો હું ચિંતા કરું.”

રોજર કેસમેન્ટની વિચિત્રતાઓનું વર્ણન કરે છે : “ છાંયડામાં પણ ૧૦૦ ડિગ્રી જેટલી ગરમી હોય તે વખતે આયર્લેન્ડની હાથે કાંતેલી જાડામાં જાડી ખાદી પહેરે. મોજા કે જોડાની તો વાત જ નહીં અને માની ન શકાય તેટલો મનસ્વી અને જક્કી.” પછી લખે છે : " પણ તેના આ બધા ભાયલપણા છતાં, ધાતકીપણાને ધિક્કારનારી અને જુલમની સામે ઝૂઝનારી કેટલીક વિરલ વ્યક્તિઓની હારમાળામાં એ સ્થાન ભોગવે છે. એ વચ્ચે ન પડ્યો હોત તો કૉઙો અને પુટુમાયોમાં ચાલતા રબર માટેના જુલમાના ભવાડા બિનરોકટોક ચાલુ રહ્યા હોત અને ત્યાંના રાંક વતનીએાની રિબામણી અને કતલ ચાલુ રહી હોત તેમાં કરુણ આટલું જ છે કે ૧૯મી સદીના આ ડૉન કિવફઝોટોનો એવો મત બંધાઈ ગયો હતા કે રબરના વેપારીઓ કૉઙોના પેલા વતનીઓ ઉપર જે જુલમ આચરતા તેવો જ જુલમ ઈંગ્લડ આયર્લેન્ડ ઉપર આચરી રહ્યું છે. પોતાના આ મસ્તરંગને તેણે ધાર્મિક સિદ્ધાંત બનાવી મૂક્યો હતો અને તેથી એ એવે માર્ગે ચડ્યો કે તેને રાજદ્રોહીને મોતે મરવું પડ્યું.”

રશિયાના ઝારને માટે લખે છે : " એ માણસની સાથે વાતમાં મને તેઓ એક એવા વિનીત અને ધર્મભીરુ સજજન લાગેલા કે એવાને મારી નાખવાનો કોઈ ને ખ્યાલ પણ ન આવે. પણ તેની જાહેર કારકિર્દીના જે

૫૪