પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ વખતની લડતમાં મારું બળ, મારી શક્તિ, મારી આંતરિક શાંતિ અને સુખ ગયા વખત કરતાં ઘણાં વધારે રહ્યાં છે. તેનું કારણ એક એ જ છે કે મારી વૃત્તિ મુજબ હું આ વખતે કામ કરી શકી છું. માત્ર આ૫ પહેલા છૂટ્યા પછી એક વાર થોદો વખત હું દુઃખી થઈ ગઈ હતી. આ વખતે અહીં (જેલમાં) આવી તે પહેલાં હું ભાંગી પડવાની અણી ઉપર હતી તે વસ્તુનો આ પ્રશ્ન સાથે કશો સંબંધ નથી. એનું કારણ તો કેવળ વધારેપડતું કામ જ હતું. મેં જોયું કે હું થોડા વખતમાં પકડાઈ જવાની છું, એટલે મેં’ મારી શક્તિ આડું અવળું જોયા વિના ખર્ચી નાખવા માંડી. હું જાણતી હતી કે મને ફરજિયાત આરામ મળવાનો જ છે. અને મારી આસપાસ કામના એવા ઢગલા પડ્યા હતા કે વિચાર કરવો પોસાય એમ નહોતું.

“ કોણ જાણે, આ બધી ભ્રમણા તો નહીં હોય ! પણ સ્ત્રી તો પોતાની મનોવૃત્તિથી જ દોરવાય ને ? એનું બળ બુદ્ધિ કરતાં વૃત્તિને આધારે ચાલવામાં જ રહેલું છે. પોતાના સ્વભાવને તે પ્રગટ કરી શકે તો જ એની ખરી શક્તિને નાથી શકાય અને સેવામાં લગાડી શકાય. એક આપ, આપ જ મારું કામ અને આપ જ મારો આદર્શ, એ સિવાય આ આખા જગતમાં મારે બીજો કશો વિચાર, બીજી કશી ચિતા કે બીજી કશી અભિલાષા નથી. આ જીવનમાં એ કામ પાર પાડવાને માટે અને પછીના જીવનમાં એ આદર્શને પહોંચવાને માટે ભગવાન મારી પ્રાર્થના નહીં સાંભળે ? શું કામ એ મારી વૃત્તિઓને ખોટે માર્ગે દોરવાઈ જવા દેશે ? એણે જ શું મને ઊંડા અંધારામાંથી આપના પ્રકાશમય માર્ગે ખેંચી આણી નથી ? આ બધું હું આપની આગળ દલીલ કરવા નથી લખતી, પણ જેલમાં આવ્યા પછી ખરી વસ્તુ સમજવા હું નિરંતર પ્રયત્ન કરી રહી છું તેમાંથી જે મને સૂઝયું છે તે આપની આગળ રજૂ કરવા જ લખું છું.”

આનો બાપુએ જવાબ આપ્યો :

"I understand and appreciate all you say about yourself. Let me put you at rest. When I come out you shall certainly be with me and resume your original work of personal service. I quite clearly see that it is the only way for your self-expression. I shall no longer be guilty as I have been before of thwarting you in any way whatsoever. My only consolation in thinking over the past is that in all I did, I was guided by nothing else than the deepest love for you and regard for your well-being. I see once more that good government is no substitute for self-government. A Gujarati

૮૫