પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

proverb says, what one sees for oneself may not be visible to the nearest friend though he may have ever so powerful a searchlight. Both these proverbs may not be universally applicable. They certainly are in your case. You need therefore fear no interference from me henceforth. And who can give me more loving service than you?"

“ તેં તારે માટે જે બધું લખ્યું છે તે હું સમજી શકું છું અને તેની કદર કરું છું. એક બાબતમાં તો તને નિશ્ચિત કરી જ દઉ'. જેલમાંથી બહાર નીકળે ત્યાર પછી જરૂર તું મારી સાથે જ રહેશે અને મારી અંગત સેવાનું તારું અસલ કામ પાછું શરૂ કરી દેશે. હું સાફ જોઈ શકું છું કે તારા આત્માના આવિર્ભાવ માટે એ જ એક માર્ગ છે. પહેલાં મેં એવું કર્યું છે પણ હવે મારી સેવાનાં કામથી તને વંચિત કરવાનો ગુનો હું નહીં કરું. ભૂતકાળમાં જે બન્યું છે તેનો વિચાર કરું છું ત્યારે મને એક મોટું આશ્વાસન એ રહે છે કે જે કાંઈ મે તારા પ્રત્યે કર્યું છે તે તારે માટેના ઊંડા પ્રેમથી અને તારા ભલા માટેની લાગણીથી પ્રેરાઈને કહ્યું છે. પણ હું જોઈ શકું છું કે સુરાજ્ય એ સ્વરાજ્યની અવેજીમાં ન ચાલી શકે. એક ગુજરાતી કહેવત છે કે ' ધણીને સૂઝે ઢાંકણીમાં ને પડોશીને ન સૂઝે આરસીમાં.' આ બન્ને કહેવતો બધે જ ન લાગુ પાડી શકાય. જોકે તારી બાબતમાં તો એ બરાબર લાગુ પડે જ છે. એટલે હવે પછી મારી તરફથી કશી દખલ નહીં થાય એની તે પૂરી ખાતરી રાખજે. અને મારી સેવા તારા કરતાં વધારે પ્રેમથી કાણ કરી શકવાનું હતું ?”

બસ આ છેલ્લા વાક્યમાં બાપુની હાર – પ્રેમને વશ થઈને ખાધેલી હાર — રહેલી છે. એના જેટલી પ્રેમાળ સેવા કોઈની નહીં. એ અક્ષરશ: સત્ય છે. શંકરલાલની સેવા જ્યારે બાપુની સાથે એ હતા ત્યારની અપૂર્વ હતી. શંકરદાસની સેવામાં જે ચોકસાઈ દીસતી એ તેના નિર્મળ પ્રેમનું પરિણામ હતું. પણ મીરાબહેનની સેવામાં કોઈ અનેરી મીઠાશ છે, કારણ એમાં પોતાને ભૂંસી નાખવાપણું છે, અને ચોવીસ કલાક બાપુની જ નિષ્ઠા – અવ્યભિચારી ભક્તિ રહેલી છે. તેની સરખામણી શંકરલાલ ન કરી શકે, ન કૃષ્ણદાસ. મારું તો આ ત્રણની પાસે જવાનું પણ ગજું નથી. એનાં સ્પષ્ટ કારણ છે. મારામાં નથી એ અવ્યભિચારી ભક્તિ, અને નથી શરીર કે ચિત્તની એ શુદ્ધિ અને પવિત્રતા. નાનાં નાનાં સોંપેલાં કામ હું તો ભૂલી જાઉ છું, જ્યારે મીરાબહેન તો સેવાનાં અનેક કામ ઉપજાવી કાઢે અને

૮૬