પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જાતે વેચાઈને કામ ચાલુ રાખે There are insurmountable difficulties about adopting the way you suggest. As a prisoner I am not free to discuss them. But if it was open to me to discuss them, I think you would be convinced of the soundness of my reason. But this I may say that no one can be more eager than I am to see peace established between the Government and the people or the Congress. "I hope you are keeping well." | ‘‘માફી માગવાની જરાયે જરૂર નથી. પહેલાં તમારા કાગળ આવેલો તેના જવાબમાં લખેલા મારા કાગળ તમને મળ્યો હશે એવી આશા રાખું છું. - “ તમે સચવા છે એ રસ્તો સ્વીકારવામાં ન ઓળંગી શકાય એવી મુશ્કેલીઓ રહેલી છે. કેદી તરીકે એ બધીની ચર્ચા હું ન કરી શકું. પણ જો હું એ ચર્ચા કરી શકતો હોઉં તો હું ધારું છું કે મારી દલીલોના સંગીનપણાની હું તમને ખાતરી કરાવી શકું. આટલું તમને કહું કે સરકાર અને લાકે અથવા તો કેંગ્રેસ વચ્ચે શાન્તિ સ્થપાય એ જોવાને મારા કરતાં વધારે ઈન્તજાર બીજું કોઈ નહી હોય.

    • આશા રાખું છું કે તમારી તબિયત સારી હશે.”

મૂળચંદ પારેખને : * ટક્કર બાપાને હિસાબ મોકલી કોથળી છોડવાની તસ્દી આપજે. પણ આ શુદ્ધિનો વાયરો વાઈ રહ્યો છે ત્યાં એવી પ્રતિજ્ઞા ૧-૨ ૦-'રૂર કરજો કે તમે વેચાશે કે તમારા ઘરનાં ભારોટિયાં વિચશે પણ એકે શાળાને કે આશ્રમને પડવા નહીં જ દો. કાઠિયાવાડ એટલા મૂડીભર રૂપિયા એકઠા ન કરી શકે, એ અસહ્ય ગણાવું જોઈએ. આ કામને તમે વર્યા છે. ઝટ હારશે એ કામ નહી આવે.” . . એ પાતાના દુરાચારોની આત્મકથા લખી. તેને માટે પોતાના બાપને જવાબદાર ગણાવી, હવે બાપ પોતાની સુધારાની પ્રવૃત્તિમાં ભાગ નથી દેતા, માટે બાપને ઉધાડા પાડવાની રજા માગે છે. આ જ ભાઈ જે જામનગરમાં સત્યાગ્રહ કરવા ગયા હતા, અને હમણાં થોડા દિવસ ઉપર . . . ભાઈની દુકાને અંત્યોને દાખલ કરાવવાને માટે જેમણે સત્યાગ્રહ કર્યો હતો તે. એને બાપુએ લખ્યું : & કાઈ પુત્ર પિતાના કાજી નથી બની શકતા. તમારું કામ સુધારકનું છે. સુધારક સિપાહી ગુનેગાર ઉપર અસર પહોંચાડે છે, તેનાં છિદ્રો પ્રગટ