પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦ દુઃખના પ્રાણવાયુની જરૂર ઊર્મિલાદેવીને : "My dear Urmila, "What a tragedy! As you were passing out that day, I was about to shout out, when Sarojini said you were all coming back soon. And I subsided. But so it was to be. It was to me a sharp reminder that I was a prisoner and therefore not to have all my way. It is a good thing to have these shocks. They keep me humble. "The lesson is, never put off till tomorrow what you can do today and never put off till the next moment what you can do this moment. I wanted to know all about you and your children. Now you must write fully about your joys such as you may have and sorrows that you do have. But sorrows of God's servants are their joys. They are the fires through which God tries and purifies them. Unmixed joys of this earth will stink in our nostrils and we should die of want of the oxygen of sorrows. I have read your letter to Mahadev. Let your boy go through the hard mill of difficulties instead of getting a soft-job." * વહાલાં બહેન ઊર્મિલા, e “ કેટલું કરુણ ! તે દિવસે તમે બહાર જતાં હતાં ત્યારે હું તમને બૂમ મારીને પાછાં બોલાવવા જતા હતા, ત્યાં સરોજિની દેવીએ કહ્યું કે તમે બધાં થોડી વારમાં પાછાં આવવાનાં છે. એટલે હું થોભી ગયા. પણ એમ થવા નિર્માયું હશે. હું કેદી છું અને બધું મારી મરજી પ્રમાણે ન થઈ શકે એની મને તીખી ચીમકી મળી. આવા આધાત આવે તે સારી વસ્તુ છે. તેને લીધે મારી નમ્રતા કેળવાય છે.

  • શિખામણની વાત એવી છે કે આજે જે થઈ શકતું હોય તે કાલ ઉપર ન રાખવું અને જે અબઘડી થઈ શકતું હોય તે બીજી ઘડી ઉપર ન રાખવું. મારે તમારી અને બધાં છોકરાંની ખબરઅંતર પૂછવી હતી. હવે તો તમે જે હર્ષ અનુભવ્યો હોય, અને શાક તો અનુભવ છે જ, એ બધા વિષે વિગતવાર લખો. ઈશ્વરના ભક્તને તો શાકના પ્રસંગો એ બધા હર્ષના પ્રસંગો જ છે. એની આગમાં ઈશ્વર આપણને તાવે છે અને વિશુદ્ધ કરે છે. આ દુનિયામાં એકલાં સુખો જ સુખા હોય તો આપણો જીવ એનાથી ઉબકાઈ જાય. દુ:ખના પ્રાણવાયુ વિના આપણે મરી જઈ એ.