પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧ર૧ મુલાકાતની બધી ૮૮ મહાદેવ ઉપરના તમારા કાગળ મેં વાંચ્યા છે. એ તમારા દીકરાને સહેલાં કામ મળે તેના કરતાં મુશ્કેલીઓની કઠણ ચકીમાં એ પિસાય એ એને માટે સારું જ છે.” બાવીસ કાગળા આજે લખાયા.

  • એક તાંતિયે તે તમે ભાંગી નાંખો . હવે બીજો ભાંગે એટલે થયું.' બાએ બેલગામવાળાની સાથે થયેલી વાર્તાના રિપોર્ટ આપતાં તેનું વાકય ટાંકી બતાવ્યું. e ગઈ કાલે વૈકુંઠ અને ગગન તથા સૌદામિનીની અણધારેલી મુલાકાત થઈ. એ લોકો એટલા ઉલાસમાં હતાં કે તે જોઈને મને બહારની જાગૃતિનો સારો ખ્યાલ આવી શકયો. ગગન કહેતા હતા કે એ લોકોએ તા એમ જ માન્યું કે ગાંધીજીના ઉપવાસ છૂટે એટલે સ્વરાજ મળ્યું. એ છ સાત દિવસ તો સુલેહ જ હતી એમ કહેવાય. બાપુએ ન ધાયું હોય એવું અને એટલું લેાકાએ ઉપવાસમાંથી સમજી લીધું, એ જ બતાવે છે કે આ ઉપવાસ ઈશ્વરે કરાવ્યા. એની પાછળ મનુષ્યની અહંતા નહોતી.

જ્યાં જે પ્રકારની અસ્પૃશ્યતા છે તેની ઉપર પ્રહાર થઈ રહ્યા છે. બંગાળમાં નારાજોલના ખાન ૩૦,૦૦૦ માણસને સહભેજન આપે છે, ત્યારે મદ્રાસમાં ધીમે ધીમે મંદિરો ખૂલે છે. પાલાઘાટમાં એક મંદિર ખૂલ્યું અને તેમાં નાયાડીને મંદિરના જ ચોગાનમાં સાથે બેસાડીને જમાડવામાં આવ્યા એ અસાધારણ વાત કહેવાય. વૈકુંઠ કહેતા હતા કે વાલપાખાડીનું દૃશ્ય પણ અદ્ભુત હતું. ‘હિંદુ’નાં કૅલમ તો આ જ ચર્ચાથી ભરેલાં આવે છે. એમાં શિંદેની અસ્પૃશ્યતાનિવારણ માટે અપીલ છે. તેમાં તેની બાપુજી સાથેની મુલાકાતને રોમાંચક વર્ણન છે. “ આધ્યાત્મિક ધર્મ, ધરમૂળનો સંસારસુધારી અને ઉચ્ચ પ્રકારનું રાજ્યપ્રકરણ, એ ત્રણમાં હું કશે ભેદ કરતો જ નથી. હું જાણું છું કે આજે મહામાજી આ ત્રિવિધ ધર્મના ઈશ્વર પ્રેષિત પયગમ્બર છે.” | બાપુની ઉપર મુલાકાતો વગેરેની પૂર્વવત બંધી મૂકવાની વાત સામે એણે સખત વિરોધ દર્શાવ્યા છે અને થોડાં સુંદર વાકયો લખ્યાં છે. “ મહાત્માજી તો કેદી છે, તેની સરકારને કાંઈ ખાતરી જોઈ એ છે ? પોતાના અફર સિદ્ધાંતોના તેઓ હંમેશા કેદી જ છે. પોતાના સિદ્ધાંતોની ઝીણામાં ઝીણી વિગતો પણ તેઓ ભંગ કરે તે કરતાં પોતે રચેલી કેદખાનાની દીવાલમાં (સિદ્ધાંતોની ) રહેવાનું તેઓ વધારે પસંદ કરે છે.” અસ્પૃશ્યતાનિવારણને એણે અસ્પૃશ્યો અને તમામ -હિંદુમુસલમાન- ખ્રિસ્તી — વચ્ચેનું ૮ કહ્યું છે. જેટલા હિદુસ્તાનનું નિમક