પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૦ દૂધના અવેજીની ધમાં છુ” ઇસલિયે આજકલ પ્રીતિભોજન હોતા હૈ વહ મુઝે પુણ્યકાર્ય પ્રતીત હોતા હૈ. રાટીબેટીવ્યવહારકા પ્રતિબંધ ધર્મમે મને નહીં દેખા હૈ.. “ અબ આપકે સબ પ્રશ્નો કા ઉત્તર આ ગયા હૈ. મુઝે લિખે ઉસમે કયા હુઆ ? ” | એક મુસલમાન ગુજરાતના મ્યુનિસિપલ કાઉન્સિલરે - મધ, દૂધ વગેરે ન લેવા વિષે કાગળ લખ્યા. કાગળ ગાંડડ જેવાના હતા. છતાં બાપુએ તેને જવાબ આપ્યો: "I thank you for your letter. I quite agree with you that milk of cows and buffaloes should be avoided for the reasons given by you. I do not take this milk. But I do take goat's milk, though I consider that too objectionable on more general grounds. I have been trying to find an effective substitute for it, but have so far failed. I did not break my fast on honey, but on orange juice. But I do take honey and I do not consider it objectionable. If honey is taken in scientific manner, not a bee need be destroyed or starved. But I confess to you that I do not always get such harmless honey. - “ તમારા કાગળ માટે આભાર. તમે જે કારણે આપ્યાં છે તે મુજબ ગાયભેંસનું દૂધ ત્યાજ્ય છે તેમાં તમારી સાથે હું તદ્દન મળતો થાઉં છું. હું ગાયભેંસનું દૂધ લેતો નથી પણ બકરીનું દૂધ લઉં છું. જોકે વધારે વ્યાપક કારણોસર તેને પણ હું વાંધાભરેલું ગણું છું. તેની અસરકારક અવેજીની હું શોધમાં છું, પણ અત્યાર સુધી નિષ્ફળ નીવડયો છું. મેં મધથી નહીં પણ સંતરાના રસથી પારણાં કર્યાં હતાં, જોકે હું મધ લઉં છું અને તેને વાંધાભરેલુ’ ગણતો નથી. જે મધ શાસ્ત્રીય રીતે કાઢવામાં આવે તો એક પણુ મધમાખીનો નાશ ન કરવો પડે તેમ તેને ભૂખે પણ ન મારવી પડે. પણ મારે કબૂલ કરવું જોઈએ કે મને હંમેશાં આવું નિર્દોષ મધ મળતું નથી.” a ‘મંગળપ્રભાત’ના મરાઠી ભાષાંતરની પહોંચ સ્વીકારતાં જે સામાન્ય કાગળ લખ્યા તેમાં એમની વિશેષતા છે : "Thanks for copy translation. If your translation is faithful, absence of permission does not matter." ભાષાંતરની નકલ માટે આભાર. તમારું ભાષાંતર જે પ્રામાણિક હોય તો પરવાનગી નથી લીધી તેનું કાંઈ નહીં.”