પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮ ગુપ્ત અને ગુહ્ય માં રસ નથી ઈશાપનિષદમાંના ‘વિદ્યા’ « અવિદ્યા’ અને ‘સંભૂતિ’ * અસંભૂતિ’ને અર્થ ભાઈ કુલકણ એ પૂછેલું. તેને જવાબ આપ્યો : - વિદ્યા એટલે જ્ઞાન અને અવિદ્યા એટલે કર્મ. સંભૂતિ અને અસંભૂતિનો અર્થ પણ એને લગતો જ છે. તેથી અસંભૂતિ એટલે શરીર અને સંભૂતિ એટલે આત્મા. આ માત્ર મારા સંતોષ પૂરતું છે અને એ રીતે ઈશાપનિષદનો અર્થ મને સરળ અને સંતોષજનક લાગે છે.” બીજા એક સવાલના જવાબમાં : સંસ્થાઓમાં એકસૂત્રતા નથી હોતી તેનું કારણ અનુદારતા છે, સૂત્રધારમાં શૂન્યતા નથી હોતી, એ છે. જ્યાં સૂત્રધાર સંયમી હોય ત્યાં ઘણે ભાગે અડચણ નથી આવતી. પણ આમાંથી આપણે એટલો નિયમ તો જોઈ શકીએ છીએ કે જેમ સંસ્થામાં વધારે સંયમ તેમ તેમાં ઐક્ય વધારે હોવાનો સંભવ છે.” - સ્વિટઝર્લેન્ડમાં રહેતી એક અંગ્રેજ બહેને પૂછયું કે ગુપ્ત વિદ્યાઓ વિષે તમારા શે અભિપ્રાય છે ? એનો જવાબ આપતાં લખ્યું : "You have asked me for my opinion about occult sciences. I am not in love with them. The book of life is open to the simplest minds and it should be so. There is nothing occult in God's plan. Any way the mysterious and the occult have never made any appeal to me. Truth has no secrets and Truth is God." ગુપ્ત વિદ્યાઓ વિષે મારા અભિપ્રાય તમે પૂછવો છે. મને તેમાં રસ નથી. જીવનનું પુસ્તક સાદામાં સાદી બુદ્ધિને માટે પણ ખુલ્લું છે અને એમ હોવું જ જોઈએ. ઈશ્વરની યોજનામાં કશું ગુહ્ય અથવા ગુપ્ત નથી. ગુહ્ય અને ગુપ્ત પ્રત્યે હું કદી આકર્ષાયા નથી. સત્યને કશું ગુપ્ત નથી. સત્ય એ જ ઈશ્વર છે.” મથુરાદાસને નવા વરસની શુભેચ્છા : “ તારી સામે હજુ તો જીવન પડેલું છે. તારી બધી શુભેચ્છાઓ પાર પડે, અને સેવા કરવાના તારા બધા કાડ સફળ થાઓ. સત્ય અને અહિંસાનો તું સાચે પ્રતિનિધિ બન.” સવારે “ ઉઠ જાગ મુસાફિર ' ગાયું. પણ તેમાં બેત્રણ સૂરનો ખીચડે થયા એટલે બાપુને ન ગમ્યું. બાપુ કહે : “ બીજાને માટે એ સાચું હોય તો કોણ જાણે. મારે માટે સાચું છે કે સરસ રીતે ગવાય નહી' તો મારે માટે ગમે તેવું સારું ભજન કે કાવ્ય નિરર્થક થઈ પડે. મને આજે સવારે થતું હતું કે આ હવે કચારે પૂરું થાય. મેઘાણી કહે છે કે એનાં ગીત એ ગાઈ ces. I am not lest minds and its way the mysterruth en to the simin God's plande any app