પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રરર. સનાતનીઓ સામે સુધારકે સંગઠિત થાય that we can discuss the ethics of penitential public fasts and see whether we cannot agree. You know me enough to feel sure that if in the course of our discussion I discover my own error I shall have no hesitation in retracing my step. | “ હું જોઉં છું અને મને લાગે છે તે પ્રમાણે ગુરુવાયુર માટેની લડતને અખિલ ભારતીય મહત્ત્વ પ્રાપ્ત થવાનું છે, અને સનાતની બળા પોતાના તમામ દારૂગોળા એ મંદિર ઉપર કેન્દ્રિત કરવાનાં છે. હું એને અવકારું છું. એને પરિણામે મેં ધાર્યું હતું તે કરતાં વધારે વિશુદ્ધિ થશે. પણ એનો અર્થ એ થયો કે હિંદુ ધર્મમાં રહેલાં તમામ ઉત્તમ બળે એ પણ સંગતિ થવું જોઈએ અને સનાતનીએાના આક્રમણનો સામનો કરવો જોઈએ. તેથી તમારે માટે જે શકય હોય તે, અને મને લાગે છે તેવું જ તમને પણ લાગતું હોય તો, આ લડતમાં તમે તનમનથી પડે એ માટે હે આતુર છું. પણ છેલ્લા ઉપવાસ વખતના તમારા લેખે ઉપરથી મેં જોયું છે કે તમે આવા ઉપવાસની વિરુદ્ધ છે. આ બાબતમાં મારા વિચારો બહુ મકકમ છે અને મને લાગે છે કે એ વાજબી ઉપાય છે એટલું જ નહી પણ જેને કાઈ પણ રૂપમાં હિંસાને આશ્રય નથી લેવા તેને માટે અમુક સંજોગોમાં એ ફરજિયાત થઈ પડે છે. હવે મને આ ચળવળના સંબંધમાં મુલાકાત લેવાની રજા મળી છે એટલે આવતા અઠવાડિથામાં કાઈ પણ દિવસે એક વાગ્યાના સુમારે તમે મને મળવા આવે એમ હું ઇરછું છું. પ્રાયશ્ચિત્તરૂપે જોહેર ઉપવાસની નીતિમત્તા વિષે આપણે ચર્ચા કરીશું, અને આપણે સંમત થઈ શકીએ છીએ કે કેમ તે જોઈશું. એટલું ખાતરીથી માનવા પૂરતો તમે મને ઓળખો જ છે કે આપણી ચર્ચા દરમિયાન મારી ભૂલ મને સમજાશે તો મારું પગલું પાછું ખેંચી લેતાં મને જરાય સંકોચ નહીં થાય.” અંબાલાલને જણાવ્યું :

  • અસ્પૃશ્યતા વિષેના તમારા ઘણા વિચારોમાં હું મળતા થાઉં છું. પણ જે કારણસર તમે સમિતિમાં જોડાવાની ના પાડી છે. એ કારણ મારે ગળે ઊતર્યા નથી. સનાતની ગણાતા હોય એવા હિંદુ તેમાં જોડાવા જોઈએ એમ હું માનું છું. પણ એમ કરવા જતાં કરવાનું કામ જ રોકાઈ પડે તો એવા હિંદુ વિના પણ ચલાવવું જોઈએ અને એવા હિંદુ તેમાં હોય યા ન હોય જેએ ધમક વૃત્તિના હાઈ ધાર્મિક દૃષ્ટિએ થવા જોઈતા સુ ધારા પણ માગે છે તેવાએાએ તો તેમાં રહેવું જ જોઈએ.”