પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રર૪ અસ્પૃશ્યતાનું નામ જવું જોઈ એ આજે એ કહી શકું, પણ ક્યાર સુધી કહી શકું એ ન કહેવાય. પણ આનો વિચાર તમારે નથી કરવાનો, એ વાત તો દક્ષિણના માણસે કરી શકે. તમારું કર્તવ્ય તો મને સાથ દેવામાં છે, તમારે તો તમારા અભિપ્રાય ત્યાં મેકલવા જોઈએ કે મંદિર ખોલે. મને ત્યાંથી તો કેાઈ એ લખ્યું નથી કે આ મુદત ઓછી છે. પહેલી તારીખ સુધી ન થાય તે મુલતવી રાખવાથી ન થાય, ઉપવાસ દરમિયાન થાય એ સંભવ છે. સવ – મદિર ખૂલે તો સમાન દરજજે ખૂલવું જોઈએ ? જ ૦ – હા, એક જ દરજજે થવું જોઈએ. મને તે સવર્ણ અવર્ણ વિશેષણ નથી ગમતાં. દર્શન તો સૌને સરખાં જ મળે. અસ્પૃશ્યતાને જડમૂળથી નાશ ત્યારે જ થાય જ્યારે અસ્પૃસ્યતાનું નામ જાય. મંદિરના પ્રશ્ન હિંદુ જાતિના ઉદ્ધારની વાત છે, આજ સુધી કરેલાં પાપને લેવાની વાત છે, પછી ભલેને અસ્પૃશ્ય મંદિરમાં જવા ન માગે. આપણે બધાએ પાપ કર્યો’ હાય, અસ્પૃસ્યાએ પણ પાપ કર્યો હોય, પણ તેને બદલ આપનારા આપણે કોણ ? તેનાં કર્મો ભોગવવામાં આપણે કોણ જવાબદાર ? , સ૦ - મૂતિનો સ્પર્શ કરવાનો કેવળ પૂજારીને જ કેમ અધિકાર ? જ૦ - વણુ ના ઝઘડે નથી પતાવવા માગતો. બીજાઓને મૂર્તિસ્પર્શ કરવાનો અધિકાર ન હોય તે અસ્પૃસ્યો પણ ન અડે. પણ અસ્પૃશ્યને અસ્પૃશ્યતાને કારણે રોકવામાં ન આવે. એ બ્રાહ્મણોના અધિકારની વાત ન રહી પણ જ્ઞાનની વાત રહી. સવ -- બધાં જ મંદિર માટે ઉપવાસ કરશે ? જ૦ - ના, ગુરુવાયુર માટે પણ નહીં કરત, આ તે વચ્ચે ધર્મ આવી પડવ્યો. મારું અનશન તો અસ્પૃશ્યતાનિવારણ માટે છે. પણ આ તો કેલપ્પનને રોકવાને લીધે આ પ્રસંગ આવી પડ્યો. સવ — કેલપ્પનની જેમ બીજો કોઈ ઉપવાસ કરે તેને રોકી તો પાછી એને માટે ઉપવાસ કરી ? બાપુ - ના, એવા પ્રસંગ ન આવે. સ૦ - સનાતની બળાત્કારની વાત કરે છે. એનું હદય પલટતું નથી, તેને માટે શું કરીએ ? બાપુ - સનાતનીને હું નોટિસ નથી દેતા. એના ઉપર દબાણ નથી કરતો. મેં તો આખી હિંદુ આલમને નોટિસ આપી છે. એ લોકો જઈને મંદિર ખાલી દે તો પેલાને રોકવાનો હક નથી. જો કરોડો માણસો મને કહે કે અમારી ભૂલ હતી, અમને એ લોકોએ છેતર્યા હતા, મંદિર પ્રવેશ અમે પણ નથી ઇચ્છો , તે તો મારે જીવવાની જરૂર નથી. જે બીજા