પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર૪૦ સ્વચ્છ વિચાર અને સ્વસ્થ જીવન થાય તે તેને નાપાસ નહીં કરે. હું મારે માટે નિર્ભેલા સમય પહેલાં મરી જઈશ એમ માનતા નથી. વાસુકાકા અને હરિભાઉ સાથે : “ મંદિર એ હિંદુજીવનનું આવશ્યક અંગ છે. આપણને શિક્ષિત લોકોને ઈશ્વરની હાજરી આપણા હૃદયમાં જણાતી હોય અને તેથી મંદિરે જવાની જરૂર ન લાગતી હોય. પણ સઘળા હરિજનાને તેમના હૃદયમાં ઈશ્વર વસે છે એમ લગાડવું એ અશકય છે. એમને તો એમ લાગે કે મદિરા મારફત પોતે ઈશ્વર સાથે સંબંધ બાંધી શકશે.” _ - આ લોકોને શ્રદ્ધા રાખવાની સલાહ આપી, મંદિરો નહીં જ ઊઘડે એમ માનીને ન ચાલતાં, મંદિરો ઊઘડશે જ એમ શ્રદ્ધાથી કામ લેવાનું કહ્યું. એટિવનને તેના આશ્રમ માટે આ પ્રમાણે સંદેશ મોકલ્યા : "Cleanest air, cleanest water, simplest ૨૩-૬ - રૂ ૨ food and cleanest thinking which really means communion with God, are the four laws - the first three flowing from the fourth. Hence your English saying -- simple, that is, plain living and high thinking. I should like to simplify that saying --clean thinking and clean living. Boils are a symptom of unclean living in my sense of the expression. Let this then be my message to the brothers for a beginning." - “ સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, સાદો ખોરાક અને સ્વચછ વિચાર એટલે ખરી રીતે ઈશ્વર સાથે એકતા, આ ચાર મુખ્ય નિયમ છે. ચેથા નિયમમાંથી પહેલા ત્રણ નીકળે છે. એ જ પ્રમાણે તમારું અંગ્રેજી વચન છે કે, સાદું જીવન અને ઉચ્ચ વિચાર. એ વચનને હું આમ વધુ સાદું બનાવું : “ સ્વરછ વિચાર અને સ્વચ્છ જીવન. એ વચનના મારા અર્થ પ્રમાણે ગૂમડાં એ અસ્વસ્થ જીવનની નિશાની છે. તમારા આશ્રમવાસીઓને શરૂઆત કરવા માટે આ મારો સંદેશો ગણજો.' મકાસ પ્રાંતમાં એક મ્યુનિસિપાલિટીએ કૉફી હાઉસ અંત્યજોને માટે ખુલાં હોવાં જોઈ એ એવો ઠરાવ કર્યો. શિવસ્વામી આયર એને જોરજુલમ અને હિંસા તરીકે વર્ણવી તે ઉપર ટીકા કરે છે. બાપુ કહું : ** એમાં કશે જોરજુલમ નથી. મ્યુનિસિપાલિટી આ સમય જેકી એ ઠરાવ કરે તો એ તે ધન્યવાદને પાત્ર છે. આપણે દક્ષિણ