પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

Rહ મુસ્લિમ મિત્રને green as ever and that I feel the richer for having many Muslim friends who are as blood brothers to me." 2 “તમારાં મનહર પત્તાં મને મળ્યાં કરે છે. તમે અને શેરવાની જલદી પૂરેપૂરા સાજા થઈ જાઓ અને ઘેર આવા એવી પ્રાર્થના હું કરી રહ્યો છું. તમને બન્નેને અમારા પ્રેમ પાવવા આ હું લખું છું. મેં જે નિશ્ચય કર્યો છે તે વિષે તમે જરૂર જાણ્યું હશે. ઈશ્વરનો એવો સ્પષ્ટ આદેશ હતો જેની અવગણના હું ન કરી શકું. હું આશા રાખું છું કે મારા નિર્ણયની કદર કરવામાં તમને કાંઈ મુશ્કેલી નહીં પડી હોય. ભવિષ્ય એના હાથમાં છે. e & બનાવા એટલા જલદી બનતા જાય છે કે આ કાગળ તમને મળશે ત્યાં સુધી શું શું થઈ ગયું હશે એ કહેવું મુશ્કેલ છે. એવું બને કે તમને આ મારો છેલ્લો જ કાગળ નીવડે. તો એટલું હું તમને કહી દઉં કે હિંદુમુસ્લિમ એકતાને વિષે મારી શ્રદ્ધા હમેશ જેવી જ લીલી છે. સગા ભાઈ જેવા કેટલાય મુસ્લિમ મિત્રો મને મળ્યા છે તેથી મારું જીવન વિશેષ સમૃદ્ધ થયું છે એમ હું માનું છું.” રામે રાલાંને : - “Dear Friend and Brother, "On the eve of taking the momentous step in my life I would like to tell you how I prize those days I had with you and your great, good and devoted sister. Mahadev Desai is with me. We often think of you. "I wonder how you have felt over the contemplated step. I can only say that it was decided upon in obedience to the imperative voice of conscience. With love to you both " “વહાલા મિત્ર અને ભાઈ, ' « મારા જીવનના એક મહાન કાર્યોનો આરંભ કરતાં તમને એટલું લખવાની ઈચ્છા થાય છે કે તમારી તથા તમારાં મહાન, ભલાં અને ભાવિક બડેનની સાથે ગાળેલા દિવસે મારે મન બહુ કીમતી છે મહાદેવ દેસાઈ મારી સાથે છે. અમે બંને તમારો ઘણી વાર વિચાર કરીએ છીએ. મારા નિર્ણયની તમારા ઉપર શી અસર થઈ છે તે જાણવાની ઈચ્છા રહે છે, હું એટલું કહું કે અ તર્નાદની આજ્ઞા અનુસાર મેં' આ નિશ્ચય કર્યો છે. તમને બન્નેને પ્યાર ”