પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અગ્રેજ સિને પોલાકને : "Dear Henry & Millie, "Well, I expect you to fully understand and appreciate the step I am about to take. It was an irresistible call from within. Pray tell Charlie. I am not writing to him as I am not sure of his movements. With love to you all -- Bhai" વહાલા હેનરી તથા મિલી, 66 ધારું છું કે મેં જે નિર્ણય કર્યો છે તે તમે પૂરેપૂરો સમજે છે અને તેની કદર કરે છે. મને અંતરમાંથી ન લેપી શકાય એવી આશા મળી. ચાલીને આ કહેજો. એ કયાં છે એની મને ચોક્કસ ખબર નહીં હોવાથી મેં એને લખ્યું નથી. તમને બંને પ્યાર – ભાઈ ' મ્યુરિયલને : "On the eve of the (to me ) sacred step I am about to take I want to tell you I have been thinking constantly of the whole of the Kingsley Hall family among whom I passed so many happy months." 2 “ મારે મન જે પવિત્ર કાર્ય છે તેને આરંભ કરતા પહેલાં હું તમને એટલું કહેવા જ આ કાગળ લખું છું કે કિંગ્સલી હૈલનું આખું કુટુંબ જેમની વચ્ચે ઘણા સુખી મહિના મે માન્યા છે તેમને હું નિરતર વિચાર કરતો હોઉં છું.” એક અંગ્રેજ મિત્રને લખતાં : “ જ્યારે મેં વડાપ્રધાનને કાગળ લખે ત્યારે મારા તમામ અંગ્રેજ મિત્રોને મનઃચક્ષુ સામે રાખીને એ મેં લખ્યો હતો. સાંજે ૬ કૅનિકલ’માં હાઈટ હોલના તાર બાપુને “ બાવા” વિષેનો વાંચ્યો: ‘ ગાંધી ઉપવાસ શરૂ કરે ત્યાર પછી એમને કાઈ અનુકૂળ ખાનગી ઘેર લઈ જવા. એમણે ત્યાં જ રહેવું એવી જાતનો હુકમ તેમની ઉપર બજાવ.” એ બધું વાંચીને બાપુ કહે : “ દેશનું જેટલું અપમાન થાય એટલું કરી લેવું છે. આ શરતે મળવા આવનારા પણ મળવા આવવાની ના પાડે તો કેવું સારું ! રંગા આયરે ધારાસભા મુલતવી રાખવાની નોટિસ આપી એ બતાવે છે કે ત્યાં પણ ભાંગ્યું ભાંગ્યું ભરૂચ છે. ધારાસભાને પણ લાગે કે આ માણસનું આટલું અપમાન કરી રહ્યા છે તો આપણે તો પૂછવું જ