પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૧૨ ધર્મ બુદ્ધિગમ્ય નથી, હયગમ્ય છે અનેક ગ્રંથ વાંચ્યા, ભાષાંતર જોયાં અને છેવટે નિશ્ચય કર્યો કે જે અહિંસા અને સત્યની કસોટીએ ઊતરે તે ધમ. ગીતા પાસે ન ગયે પણ ગીતા મારી પાસે આવીને પડી. ગીતા મારે માટે સ્વતંત્ર આધાર છે, અનેક ટીકાઓની ભાંજગડમાંથી બચવા માટે મેં મારી શ્રદ્ધા, બુદ્ધિ અને ભક્તિને આશ્રય લીધા. | તમે કહો છે એ વાત મારી બુદ્ધિ ઉપર અસર પાડે તો હું કહીશ કે હું બુદ્ધિથી હાર્યો. પછી હું હૃદય ઉપર આધાર રાખીશ. તમારે મારું હૃદય સંતોષવું જોઈશે. સહ – આપના હૃદયને સમજાય એટલે તે તમારો ધર્મ થશે એમ નહીં ? બાપુ – દરેક વ્યક્તિને જે વસ્તુ હૃદયગત થઈ છે તે તેને માટે ધર્મ છે. ધમ બુદ્ધિગમ્ય વસ્તુ નથી, હૃદયગમ્ય છે. માટે જ ધમ મૂખ લોકોને માટે પણ છે. મંદિર પ્રવેશનો પ્રશ્ન શુદ્ધ ધાર્મિક સ્વરૂપના છે. મારી માન્યતા ફેરવવી એ બહુ કઠણ કામ છે. કારણ મારી માન્યતા પાછળ ભૂતકાળ રહેલું છે. મંદિર પ્રવેશની બાબતમાં ધર્મ શું છે અને શું નથી એ સામાન્ય માણસ નક્કી ન કરી શકે. હું જો માનતા હાઉ' કે મંદિર પ્રવેશ એ અધર્મ છે તો લોકો આગળ આ વાત કરવામાં મારી ભૂલ ગણાય. પણ કેટલાંય વરસેના અધ્યયન અને અનુભવથી મારી ખાતરી થઈ છે કે હરિજનાને મંદિર પ્રવેશ કરાવવો એ ધાર્મિક ફરજ છે. મેં મારે માટે શાસ્ત્ર નકકી કર્યું છે તે હું બીજા ઉપર લાદવા ઈચ્છતા નથી. પણ હું કહું છું કે તમારા દિલ અત્યારની રૂઢિની વિરુદ્ધ બંડ ન કરે તો મારે ઉપવાસ કરવા પડશે. જે બંડ કરે તો મારે ઉપવાસ કરવાનું કારણ ન રહે. મારે માટે તો મેં નિર્ણય કરી લીધા છે. લેકે પોતાને માટે નિર્ણય કરે. આ શાસ્ત્રીઓનું મંડળ કોઈ ચિતારાની પીંછીને માટે સરસ વિષય થાય એવું હતું. બહુવિધ પોશાકવાળું અને કરંગી એ ટાળ્યું હતું. એક જણ તો વાતો કરતા કરતા માળાના મણકા ગણ્યાં કરતો હતો. એક જણ લગેટધારી, જટાદાઢીશોભિત અવધૂત હતો. એક બે લાલ શાલ ઓઢીને આવ્યા હતા. ચૌદમાંથી એક જ જણે ખાદી પહેરી હતી.

  • તમારા હૃદયની ખાતરી કેમ કરાવીએ ? ' એના જવાબમાં બાપુએ એ લોકોને વિનાદમાં કહ્યું : “ શિષ્યના હૃદયમાં પાઠ ઉતારવાની શિક્ષકની ફરજ છે. કેવી રીતે ઉતારા એ શિક્ષક જાણે. એ ન જાણે તો શિક્ષક શેના ? ગુરુની શોધમાં હું કયાં ભટકું ? ગુરુએ મને શોધી કાઢવા જોઈએ.