પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩પ૭ બોદ્ધ ધર્મની હિંદુ ધર્મ ઉપર અસર પાઠક – જે લોકોએ રૂઢિથી અસ્પૃશ્યતા બનાવી છે તે લોકોને રૂઢિ બદલવાનો અધિકાર છે. શ્રુતિ, સમૃતિ, મહાભારત, ભગવદ્ગીતા- દ્વિરિત તન્યત્ર પ્રશ્નાસિત તરન વવત્રિત ,' એટલું જે કબૂલ કરે તેણે એ રૂઢિનો ત્યાગ કરવો જ જોઈએ. લક્ષ્મણ શાસ્ત્રી (વાઈ) - પાપયોનિ- તરુગુલમલતાદિવૈશ્ય સ્ત્રી- શુદ્ર -એટલે દુ:ખી યોનિ છે, અસ્પૃશ્ય યોનિ નથી. એ મૂળ કર્મવિપાક પ્રકરણમાંથી જ છે. આ તો વેદ-ઉપનિષદમાં છે. સ્મૃતિઓનું તે કાંઈ ઠેકાણું નથી. એ તે લેભથી પણ લખાઈ છે, અનેક હેતુથી લખાયેલી છે. બાપુ – તો એને ઈશ્વરપ્રણીત કેમ મનાય ? ચિત્રાળ શાસ્ત્રી - ધારૂકર આદિ શાસ્ત્રીએ સ્મૃતિને જ વળગીને વાત કરે છે. અને જે રીતે એ લોકો વિચાર કરે તે રીતથી જવાબ આપવો જોઈએ. બંગાળીભાઈ એ સાથે : બાપુ - આજે જે બે ભાગ પડી ગયા છે તે સત્ય ઉપર રચાયેલા નથી. એના મૂળમાં ઝેર છે. આજે એક જલદ ઝેર હિંદુ સમાજને કરી રહ્યું છે. સમાજના આ જાતના ભાગલા પડતા રોકવા માટે આપણે આપણી બધી શક્તિ ખરચવી જોઈ છે. મુંબઈ ઉપર તો સનાતનીઓનો કાબૂ નહીં જેવો છે. તેઓ સંગઠિત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણા લાકે જે ઉદ્ધત બનશે, અસભ્ય થશે અને સજજનતા છેાડશે તો આ ભાગલા વધારે ઉગ્ર થશે. પરંતુ મારા ઉપવાસની વાત માથા ઉપર લટકી રહી છે એટલે આવું કશું આપણુ લેકે કરવાની હિંમત જ ન કરે. મેં કેલપનને જ્યારે વચન આપ્યું ત્યારે મારું આખું દિલ તેની સામે બંડ કરી રહ્યું હતું. પછી રાજાજી આવ્યા. તેમણે કહ્યું કે ઝામોરિનનો તાર છે કે તમારે કેલપ્પનને બચાવવા જોઈએ. મેં મનમાં વિચાર કર્યો કે કેલપ્પનને બચાવવાનો એક જ ઉપાય છે કે મારે મારી જિંદગી હોડમાં મૂકવી. એ રીતે આ વાત બની છે. સત્ય વ્યક્ત કરવાની ઉત્તમ રીત મારે મતે તો ઉપવાસ છે. ભાગલા પડી જતા રોકી શકાય એમ છે. પણ કાઈ અંગ એટલું બધું સડી ગયું હોય કે તે કાપ્યા વિના છૂટકો જ ન હોય, તો પછી ભાગલા પડતા રોકાય નહીં. બૌદ્ધ ધર્મ હિંદુ ધમ ઉપર આક્રમણ કરનાર તરીકે આવ્યો એમ હું માનતા નથી. હું તો માનું છું કે બૌદ્ધ ધર્મ ન આવ્યું હોત તો હિંદુ