પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગુપ્તતા સત્યાયહથી વિરુદ્ધ ૩૭૫ (૨) હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા છે પણ તે કમને લીધે છે, જન્મને લીધે નથી, અને એનું નિવારણ શાયાદિના નિયમપાલનથી થઈ શકે છે. બીજા અસ્પૃસ્યા જન્મને કારણે પણ શાસ્ત્રમાં મનાયા છે એવાં દૃષ્ટાંત મળે છે. એવા અસ્પૃશ્યની હસ્તી આજે સમાજમાં નથી. જેને આજે અસ્પૃશ્ય માનીએ છીએ તે એવા અસ્પૃશ્યો નથી. ત્રીજા અસ્પૃશ્ય મહાપાતક અને એના જેવાં પાપાને કારણે બને છે. એની અસ્પૃશ્યતા આ સ્થાન ઉપર અપ્રસ્તુત છે, કારણ એનું એકે પ્રત્યક્ષ લક્ષણ નથી. આવા અસ્પૃશ્ય સવર્ણમાં પણ મળી આવે છે. જે સર્વ સામાન્ય અધિકાર સવર્ણોને છે એ અવર્ગોને પણ હોવા જોઈએ. આ લોકોને મંદિરપ્રવેશાદિ સર્વ અંધકાર હાવાં જોઈ એ. કૃષ્ણન નાયર સાથે લાંબી વાત કરી તેમાંનો પાછલે ભાગ : બાપુ – જે કાઈ મારા મગજનું ઊંડાણુ શોધવાનો પ્રયત્ન કરશે તે ખતા ખાવાના છે. એ તિજોરીમાં પડેલું ગુપ્ત છે. અમુકની પાસે હું અમુક વસ્તુ કરાવવા ઇચ્છું છું એવી કેાઈ ક૯પના કરે તો એ ભારે ભૂલ કરે. મારો નિણુ ય એને માટે અપ્રસ્તુત છે. બીજી વાત. ગેસનું કામ અત્યારે છૂપી રીતે કરવામાં આવે છે. આ આત્મઘાતક છે. શરૂઆતમાં મારું મન કદાચ આ પસંદ કરવા તરફ વળત. પણ મારી ભૂલ મેં' જોઈ લીધી. ' આ વાત બહાર પાડત પણ સરકાર એનો દુરુપયોગ કરે એટલે મેં સરકારને કહ્યું નથી. જે વાત હું અહીં કહું છું તે બહાર પાડનારા માણસને હું મૂરખ કહું, એક વસ્તુ ખુલ્લંખુલ્લા કરવી અને સાથે બીજી વસ્તુ છૂપી રીતે કરવી એ સત્યાગ્રહના નિયમથી વિરુદ્ધ છે. જે બધી વસ્તુ ખુલ્લી થતી હોત તો આજે જે મંદતા આવી ગયેલી તમે જુઓ છો તે ન આવી હોત. છૂપી રીતે કરવા જેવું હોત તો તેમ કરતાં મને કાણુ રોકતું હતું ? હું જ છુપી રીતે લડતનું સંચાલન કરવા માટે બહાર રહ્યો હોત અથવા સ્યામજી. કૃષ્ણવર્માની માફક યુરોપમાં જઈને ત્યાંથી લડત ચલાવત. દરિયામાં મૂડી મરવા માટે એક હજાર છોકરાનું લશ્કર મારે ઊભું કરવું હોય તો હું કરી શકત કારણ એટલે ભોળા વિશ્વાસ તો હું તેમનામાં ઉતપન્ન કરી શકુ'. પ્રશ્ન – પણ આ સંશયાત્મક દશામાં અમારે શું કરવું ? બાપુ - જે પાકા સત્યાગ્રહી છે તેને માટે સંશાયામક દશા જ નથી.